શું સમગ્ર દેશમાં ફરીથી આવશે લોકડાઉન ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય ને લોકડાઉન ને લઈને વિચારણા કરવા આપી સુચના.

Published on: 11:34 am, Mon, 3 May 21

દેશ માં વાયરસ ની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. દેશમાં બેકાબૂ બની રહેલી પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો અરજી દાખલ કરી હતી. સુઓમોટો અરજી પર છેલ્લા કેટલાક દિવસથી સુનાવણી ચાલી રહી છે. આ વચ્ચે રવિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંક્રમણની ચેન તોડવા લોકડાઉન લાગુ કરવા વિચારવાની સૂચના આપી છે.

સુપ્રીમે કહ્યું કે મહામારીની બીજી લહેર માં સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ વાઈરસને અટકાવવા અને સંક્રમણ ની ચેઇન તોડવા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

સુપ્રીમે કરેલા આદેશમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સામૂહિક સમારોહ જેવા કાર્યક્રમો કે જેનાથી સંક્રમણ ફેલાઇ શકે છે તેવા કાર્યક્રમો પ્રતિબંધ લગાવવા જોઈએ. વાયરસ ની તીવ્રતા ને ધ્યાનમાં લઈને.

સરકાર લોકડાઉન લગાવવા પર પણ વિચાર કરી શકે છે. કોટે એ પણ કહ્યું કે લોકડાઉન દરમિયાન નાના અને શ્રમિક વર્ગને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવાની રહેશે. વધુમાં કહ્યું કે લોકડાઉન ની આર્થિક અને સામાજિક અસર થી પરિચિત છીએ.

ખાસ કરીને ગરીબો પર તેની સૌથી વધુ અસર પડે છે.ત્યારે જો લોકડાઉન લાગુ કરવાની આવશ્યકતા જણાય તો સરકારોએ ગરીબોની જરૂરિયાતો પૂરી થઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા પહેલા જ કરવી જોઈએ.

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસ ની સંખ્યા સતત વધી રહી છે.

અને તેની સરખામણીએ કોવિડ 19 ના દર્દીઓનો સાજા થવાનો દર ઘટી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કેસો નોંધાયા છે અને 3689 લોકોના મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું સમગ્ર દેશમાં ફરીથી આવશે લોકડાઉન ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય ને લોકડાઉન ને લઈને વિચારણા કરવા આપી સુચના."

Leave a comment

Your email address will not be published.


*