ભારતમાં કોરોનાવાયરસ ના ચેપ ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે દેશની ટોચની સાયન્સ રિસર્ચ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એ દેશમાં કોરોના નો પ્રસાર અટકાવવા માટે સપ્તાહમાં ત્રણ દિવસ લોકડાઉન અને બાકીના દિવસોમાં સોશીયલ ડિસ્ટન્સ સહિતના આકરા પગલા ના કડક અમલ પર ભાર મૂક્યો છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ દેશમાં મેડિકલ સાયન્સ રિસર્ચ ટોચની સંસ્થા છે એ જોતાં તેને તારણોને ગંભીરતાથી લઈને દેશભરમાં ત્રણ દિવસનું લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જો કે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ હિલચાલ નહીં હોવાની સ્પષ્ટતા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય બે દિવસ પહેલા જ કરી હતી.
આ સંસ્થાએ તાજેતરમાં દેશના કોરોનાના વધી રહેલા કેસ અંગે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસના તારણ પ્રમાણે ભારત સૌથી ખરાબ પરિસ્થિતિમાં કોરોના કેસ 6.2 કરોડ થી વધુ થઈ શકે છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 82 લાખ જેટલી હશે. આ સિવાય આ સમય સુધીમાં દેશમાં 28 લાખથી વધુ લોકોનાં મોત થઇ ગયા હશે આ અભ્યાસમાં દાવો કરાયો છે કે સૌથી સારી આ સ્થિતિમાં સપ્ટેમ્બરમાં 2021 સુધીમાં દેશમાં કોરોના પિક પર પહોંચી શકે છે . આ તર્ક પ્રમાણે દેશમાં સપ્ટેમ્બરમાં 2021 સુધીમાં કોરોનાની કેસની સંખ્યા મહત્તમ 6.20 કરોડ થઇ શકે છે.
Be the first to comment