શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કોંગ્રેસમાંથી? આ દિગ્ગજ નેતાને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના…

Published on: 9:47 pm, Fri, 23 July 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ અલર્ટમોડ પર આવી ગયું છે.

આ ઉપરાંત સમયમાં ગુજરાત સહિત રાજસ્થાન માં પણ ચાલી રહેલા વિવાદ સમાપ્ત થઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ આગામી 27 અને 28 જુલાઇ દરમિયાન રાજસ્થાન સરકારમાં મોટી ફેર બદલી થઈ શકે તેવી શક્યતાઓ છે.

મળતી માહિતી મુજબ મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરીને રાજસ્થાનમાં વિવાદનો અંત આવી શકે છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદોનો અંત આવી શકે છે. એવામાં મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ પદે ફરી નિયુક્ત કરી શકાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યક્રમોમાં હાર્દિક પટેલ ગેરહાજર હોવાના કારણે તેઓને કોંગ્રેસના કાર્યકારી પદમાંથી છુટા કરી શકે છે.

તેવામાં કોંગ્રેસના કાર્યકરોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇને હવે ચર્ચાએ જોરપકડી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આ ઉપરાંત આજે પણ યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાજર ન રહ્યા હતા.

અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ કાર્યક્રમોમાં હાજર રહ્યા નથી. તેમજ બે વખત રાજ્યપાલ સાથેની મુલાકાતમાં પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા.

તેમજ કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમાં હાર્દિક પટેલ ની ગેરહાજરી જોવા મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડા ને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓની જવાબદારી હોય છે.

અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ પાર્ટીના કાર્યક્રમમાં હાજર પણ ન રહે. આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું કે નેતાઓ અલગ અલગ ઝોનમાં પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.