વિધવા 28 વર્ષીય દીકરી પહોંચી કચ્છના કબરાઉ માતાજી મોગલ ના દર્શને, માતાજીની આરતીના નામે 50,000 મણીધર બાપુને આપતા…

Published on: 10:19 am, Sun, 3 March 24

માતાજી મોગલ તો હાજરા હજૂર છે અને ભક્તોના દુખડાઓ દૂર કરે છે. માતાજી મોગલ નો મહિમા પણ અપરંપાર છે અને માતાજી મોગલ નું જો દુઃખના સમયમાં માત્ર નામ લેવામાં આવે તો તમારી દુઃખ અને તકલીફો દૂર થઈ જાય છે.

આજે કચ્છના કબરાઉ ખાતે બેઠેલી મણીધર મોગલ ના પરચા ની ચમત્કારની વાત કરવાના છીએ જેને સાંભળીને માતાજી પ્રત્યેની શ્રદ્ધા તમારી ડબલ થઈ જશે.ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી કોમલ પટેલ નામની એક વિધવા યુવતી જેની ઉંમર લગભગ 28 વર્ષની આજુબાજુ હશે તે માતાજી મોગલ ના દર્શન કરવા કચ્છના કબરાઉ ખાતે પહોંચી હતી

અને ત્યાં આરતીમાં અર્પણ કરવા માટે ત્યાંના ગાદીપતિ શ્રી ચારણ ઋષિ મણીધર બાપુ પાસે આવીને 50000 રૂપિયા આપતા જણાવ્યું કે મારી ઈચ્છા છે કે મારે માતાજી મોગલ ની આરતી માં અર્પણ કરવા છે.ત્યારે બાપુએ 50000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે

માતાજી મોગલ તને આ રકમ આપે છે એમ સમજજે. બાપુએ યુવતી ને તેના પતિનું નામ પૂછતા યુવતી રડવા લાગી અને તેને કહ્યું કે મારા પતિનું દેહાંત થયું છે અને મારે એક દીકરી અને દીકરો છે. બાપુએ કહ્યું કે દીકરી તારી ઉંમર નાની છે

અને માથે જવાબદારી ઘણી છે માતાજી મોગલ તને ખૂબ શકતી આપે.બાપુએ કહ્યું કે દીકરા દીકરી સામું જોજે તારી જિંદગી ના બગાડતી અને માવતરની પાડોશમાં રહેજે અને આંખો બંધ કરો એ અંધશ્રદ્ધા છે અને ખુલ્લી રાખો તે વિશ્વાસ છે. માતાજી મોગલ તારું સારું કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વિધવા 28 વર્ષીય દીકરી પહોંચી કચ્છના કબરાઉ માતાજી મોગલ ના દર્શને, માતાજીની આરતીના નામે 50,000 મણીધર બાપુને આપતા…"

Leave a comment

Your email address will not be published.


*