ગુજરાતમાં થોડા દિવસો પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી દ્વારા વિજય રૂપાણીની સરકારનો વિરોધ કરવા માટે સોશ્યલ મીડિયા અભિયાન આરંભ્યું હતું. એ બાદ ગુજરાતના રિક્ષા ચાલકો અને પોલીસ કર્મીઓ સરકાર સામે આંદોલન મૂડમાં જોવા મળી રહ્યા છે.
માત્ર વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારી કે વ્યવસાય કે નહીં, અન્ય વર્ગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જુદા જુદા મૂર્દે સરકારના વિરોધ થવા પાછળના કારણો જાણવા માટે બીબીસી ગુજરાતે નિષ્ણાતો અને પત્રકારો સાથે વાતચીત કરી હતી.
રિક્ષાચાલકોની માંગ છે કે કોરોના મહામારી ના લોકડાઉન ના ત્રણ મહિના પેટે રાજ્ય સરકાર દ્વારા તેમને માસિક પાંચ હજાર લેખે આર્થિક સહાય કરવામાં આવે . રાજ્યના કોરોના મહામારી ને કારણે થયેલી રિક્ષાચાલકોની કફોડી સ્થિતિ વિશે વાત કરતા અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન ના પ્રમુખ વિજય મકવાણા જણાવે છે.
રાજ્યમાં થોડા દિવસ પહેલાં શિક્ષકો દ્વારા ગ્રેડ પેમાં સુધારા માટે આંદોલન ચલાવ્યું હતું.સરકારે શિક્ષકોની માગણી સ્વીકારી લીધા બાદ હવે ફરીથી ગુજરાતના પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પેમાં વધારવા માટે ટ્વિટર પર અભિયાન શરૂ કરી દેવાયું છે. આ અભિયાન હેઠળ #2800 ગુજરાત પોલીસ સાથે અસંખ્ય ટ્વીટ થઈ રહ્યા છે.
Be the first to comment