સુરત મા 48 કલાક માં લોકડાઉન લડાશે? મોદી સરકારે શું કરી મોટી જાહેરાત ?

Published on: 6:59 pm, Tue, 21 July 20

કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ની ટીમે સુરતમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હોવાના સમાચાર વહેતા થયા છે.કેટલાક અખબારોમાં આ પ્રકારના અહેવાલ છપાયા હતા પણ કેન્દ્ર સરકારે આ વાતને અફવા ગણાવી છે.

સુરતમાં આગામી 48 કલાકમાં લોકડોઈન લડાશે એવા સમાચાર સત્યથી વાગ્યા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ કરી હતી. નીતિ આયોગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી સ્પષ્ટતા ના પગલે પિઆઇબી દ્વારા આ સ્પષ્ટતા કરાઈ છે.

સુરતમાં લોકડાઉન લડાશે એ પ્રકારના અહેવાલોમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નીતિને સુરતની મુલાકાત બાદ શહેરોમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હતી.