ચોટીલાના ડુંગરા પર રાત્રે કેમ નથી રોકાવા દેતા…! આ વાતને લઈને મંદિરના પૂજારીએ કહ્યું કાંઈક એવું કે… જુઓ આ વિડીયો…

મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ધામ વિશે તો આપણે સૌ કોઈ લોકો જાણતા જઈશું. તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વભરમાં ચોટીલા જ માત્ર એવું એક સ્થળ છે, જ્યાં બે મુખવાળા ચામુંડમાં બિરાજમાન છે. ચંડ અને મુંડ રાખશો સોનું કરવા માટે માતાજી ચંડી ચામુંડાનું રૂપ ધારણ કર્યું હતું.

માતાજી અહીં હાજરાહજૂર છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે. મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણતા જ હશું કે, ચોટીલાના ડુંગરા પર કોઈ પણ વ્યક્તિને રાત્રે રોકાવા માટેની પરમિશન નથી.

ખુદ મંદિરના પૂજારી અને તેમના પરિવારને પણ રાત્રે ડુંગર પરથી નીચે આવી જવું પડે છે. સાત વાગે તે પહેલા દરેક લોકોને અહીં ડુંગર પરથી નીચે ઉતરી જવું પડે છે. આ વાતને લઈને મંદિરના પૂજારીએ પોતાનું એક નિવેદન આપ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મંદિરના પૂજારી સૌપ્રથમ ચોટીલાના ઇતિહાસ વિશે જણાવે છે. પછી પૂજારી કહે છે કે, માતાજીનો પહેલેથી જ આદેશ છે કે મંદિરમાં કોઈપણ રાત્રી રોકાણ કરી શકશે નહીં. અમે અને અમારું પરિવાર પણ અહીં રાત્રે રોકાણ કરી શકતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Gujarat Darshan (@gujarat_darshan77)

માત્ર આસો મહિનાની નવરાત્રી દરમિયાન માતાજીએ અહીં રાત્રિ રોકાણ કરવા માટેની પરવાનગી આપી છે. આ ઇન્ટરવ્યૂનો વિડીયો ઇંસ્ટાગ્રામ પર gujarat_darshan77 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*