“તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..” આવું કહીને સુરતના યુવકે પ્રેમ સંબંધમાં એક પરિણીતાનો જીવ લઈ લીધો… જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 12:47 pm, Sat, 2 September 23

હાલમાં ગુજરાતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. ગુજરાતના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં પ્રેમ સંબંધમાં એક પ્રેમીએ એક પરણીતાનો જીવ લઇ લીધો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપી પ્રેમીએ ધારદાર વસ્તુ વડે પરણીતા પર તૂટી પડ્યો હતો.

આ કારણોસર મહિલાનું દર્દનાક મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, પરણીતાના પ્રેમ સંબંધની જાણ પરિવારના સભ્યો અને પતિને થતા પતિએ પોતાની પત્નીને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ પત્નીના પ્રેમીને પણ ઠપકો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપી પ્રેમી ભાવેશ દાફડાએ “તે મારી સાથે સંબંધ કેમ પૂરો કરી નાખ્યો તેમ કહીને” પરણીતા પર તૂટી પડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પરણીતાના પ્રેમ સંબંધની જાણ થયા બાદ તેના પરિવારના સભ્યો પ્રેમી યુવકના ઘરે સુરત આવ્યા હતા. આ દરમિયાન પ્રેમી યુવક ઘરે હાજર ન હતો. જેથી પરણીતાના પરિવારજનોએ પ્રેમી યુવકના પિતાને ઠપકો આપ્યો હતો.

ઠપકો આપતા કહ્યું હતું કે, તમારા છોકરાને કહી દેજો કે, હવે સંબંધ રાખે નહીં. આ વાતની જાણ આરોપી ભાવેશ ને થતા જ તે ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયો હતો. ત્યારબાદ આરોપી ભાવેશ સુરતથી મોટા સમઢીયાળા આવી ગયો હતો. અહીં આવીને ગુસ્સામાં ભરાયેલા ભાવેશે પરણીતા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો.

આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..” આવું કહીને સુરતના યુવકે પ્રેમ સંબંધમાં એક પરિણીતાનો જીવ લઈ લીધો… જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*