મુંબઈ એ POK જેવું કેમ લાગી રહ્યું છે?, જાણો આખો મામલો

Published on: 9:46 am, Fri, 4 September 20

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ અંગેના કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.ત્યારે આ અંગે વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રનૌત પણ રોજ વિવાદાસ્પદ વિધાનો કઈ રહી છે. મુંબઈ પર નિશાન સાધ્યા પછી હવે કંગના અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સામે સામે આવ્યા હતા.

ગુરુવારે બોલિવુડની સ્ટાર એવી કંગના રનૌત એ ટવીટ કરીને જણાવ્યું હતું કે સંજય રાઉતે મને મુંબઈ પાછા નહિ આવવાની ધમકી આપી છે. મને મુંબઈ પાકિસ્તાન જેવું કેમ લાગી રહ્યું છે? આની સામે જવાબ આપતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ટ્વીટર પર રમવા કરતા પોલીસ કમિશનર પાસે અને તારી પાસે ના પુરાવા આપ.

બોલિવૂડના માફિયા કરતાં પણ વધારે મને મુંબઈ પોલીસનો ડર લાગે છે એવું થોડા સમય પહેલા બોલિવૂડ સ્ટાર કંગના રનૌત એ ટ્વીટ કર્યું હતું. તે સમયે સંજય રાઉતે કહ્યું હતું કે જો મુંબઈ પોલીસનો ડર લાગતો હોય તો ફરી વખત મુંબઈ આવતી નહીં.આ સામે કંગના એ પ્રશ્નો ઉપસ્થિત કરતાં જણાવ્યું હતું કે અગાઉ ઝલકાયેલા આઝાદીના ફલક હવે મળતી ધમકીઓને લીધે મુંબઈ હવે પાકિસ્તાન વ્યાપક કાશ્મીર જેવું લાગી રહ્યું છે.