શું તમને ખબર છે? ગૂગલ મેપ ને ક્યાં ટ્રાફિક છે એની કેમ ખબર પડે છે?જાણો

હાલ. તમામ કાર્યો ટેકનોલોજીની મદદથી ખુબ જ સરળ બન્યા છે. કોઈ પણ કામ આપણે સરળતાથી પૂરું પાડી શકીએ છીએ. અઘરામાં અઘરું કામ આપણે google ની મદદથી કરતા થયા છીએ. google એ તમામ માધ્યમમાં આપણને ફેસીલીટી પૂરી પાડી રહ્યું છે.એ પછી રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય કે તમામ માહિતી પૂરું પાડતું વેબ બ્રાઉઝર.

આજે આપણે વાત કરવાના છીએ google મેપ વિશે… ગમે એવો અજાણ્યો વિસ્તાર હોય કે અજાણ્યું શહેર, google ની મદદથી તમામ શહેરોમાં તેમજ તમામ વિસ્તારોમાં મંઝિલ શોધવી ખૂબ જ સરળ બની છે. હાલ, લોકો સંપૂર્ણપણે ગુગલ મેપ પર નિર્ભર બની રહ્યા છે. શું તમે જાણો છો કે google ને કઈ રીતે ખબર પડે છે કે કઈ મંઝિલ આપણાથી કેટલી દૂર છે? અથવા ત્યાં પહોંચતા આપણને કેટલા કલાક અથવા કિલોમીટર થાય છે?

તો આવો આજે વાત કરીએ google દ્વારા પૂરી પાડવામાં આવતી આ સેવા વિશે તો Google માં માત્ર ડેસ્ટિનેશન નાખવાથી મંઝિલ આપણાથી કેટલી દૂર છે અને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે તે તમામ માહિતી google આપણને પૂરી પાડે છે. આ ઉપરાંત તેના દ્વારા એ પણ જાણી શકાય છે કે રસ્તામાં કેટલું ટ્રાફિક હશે.

આ દરમિયાન ગુગલ મેપ રસ્તામાં રહેલા વાહનોમાં હાજર લોકોના ફોનનું લોકેશન ટ્રેક કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને તેના કારણે ટ્રાફિકની સ્થિતિની પણ જાણ કરે છે. Google અન્ય લોકોના ડેટા અનુસાર ETA કાઢે છે અને તેના આધારે destination સુધી પહોંચવાનો estimated time પણ કાઢે છે. આ માત્ર સંભવિત સમય છે અને તેમાં ફેરફાર પણ થઈ શકે છે.

Google ટ્રાફિકની સમસ્યા કઈ રીતે બતાવે છે તે જાણવા માટે ગયા વર્ષે બર્લિનમાં એક વ્યક્તિ 99 મોબાઈલ ફોન પોતાની સાથે રાખીને ખાલી ગલીમાં ફર્યો કે જ્યાં કોઈ અવરજવર ન હતી, પરંતુ તે સમય google દ્વારા ત્યાં 99 લોકો હાજર છે તેવું દર્શાવવામાં આવ્યું હતું. તેના પરથી કહી શકાય છે કે google લોકોને નહીં પરંતુ તેમના મોબાઈલ ના લોકેશન ટ્રેક કરે છે અને તેના આધારે કેટલું ટ્રાફિક હશે, કેટલો સમય લાગશે અને કેટલા કિલોમીટર થશે તેની જાણકારી પૂરી પાડે છે.આ જ કારણ છે કે હાઇવે અથવા મોટા રસ્તા પર આ માહિતી વધુ સચોટ બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*