પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક જ અઠવાડિયામાં ચોથી વખત વધારો – જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ…

Published on: 9:57 am, Sat, 26 March 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક જ અઠવાડિયામાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પાંચ દિવસમાં ચાર વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ફરી એક વખત પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને ડિઝલના ભાવમાં પણ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમત આજ સવારે 06:00 પછી લાગુ પડી છે.

અમદાવાદ શહેરમાં શુક્રવારના રોજ પેટ્રોલનો ભાવ 97.81 રૂપિયા પ્રતિ લીટર હતો. ભાવ વધારા સાથે અમદાવાદમાં આજનો પેટ્રોલનો ભાવ 98.61 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. અમદાવાદમાં શુક્રવારના રોજ ડીઝલનો ભાવ 91.63 રૂપિયા પ્રતિ લીટર હતો. ભાવ વધારા સાથે અમદાવાદમાં આજનો ડીઝલનો ભાવ 92.43 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.

મધ્યપ્રદેશના બાલઘાટમાં પેટ્રોલનો ભાવ 113.03 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. બાલઘાટમાં ડીઝલનો ભાવ 96.30 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. ઓઇલ કંપનીઓ દ્વારા સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

જેના કારણે સામાન્ય જનતાના બજેટ ખોરવાઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.20 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 98.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.87 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 113.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.55 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 108.02 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 93.01 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 104.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 94.47 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક જ અઠવાડિયામાં ચોથી વખત વધારો – જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*