ચા અથવા પાણી પીતા સમયે હાથ ધ્રુજવાએ ખાસ આ બીમારીનો છે સંકેત,જાણો તેના ઉપાય

Published on: 6:00 pm, Fri, 25 March 22

શું તમારા પણ હાથ ધ્રૂજી રહ્યા છે? તો ચેતી જજો આ તકલીફ તમને બનાવી શકે છે પાર્કિસનનો શિકાર… જી હા, વધારે પડતાં હાથ ધ્રુજવા એ ચિંતાનું કારણ પણ બની શકે છે. અમુક ઉંમર બાદ સામાન્ય રીતે વ્યક્તિના હાથ ધ્રુજવા લાગે છે. તેનું કારણ શું હોઈ શકે તેના વિશે આજે તમને વિગતવાર જાણકારી આપીશું.

તમે અનેકવાર લોકોને સાંભળ્યા હશે કે કામ કરતી વખતે તેમના હાથ ધ્રુજવા લાગે છે. જ્યારે તેનું એક માત્ર કારણ વધારે પડતું ટેન્શન લેવું પણ હોઈ શકે છે. આ ઉપરાંત આજકાલના લોકો ની લાઈફ સ્ટાઇલ પણ સુધરી રહી છે અને લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ખોરાક પણ હાથ ધ્રૂજવાનું કારણ બની શકે છે.

ચાલો, આ કંપન રોકવાના ઉપાય વિશે વાત કરીએ… હાથની ધ્રુજારી ને રોકવા માટે નિયમિત રબર બોલથી કસરત કરવી જોઈએ. કહેવામાં આવે છે કે આ કસરત કરવાથી હાથ કાપવાને નિયંત્રણમાં લાવી શકાય છે. બને તેટલા જોરથી બોલને નીચોવવાની કોશિશ કરવી જોઈએ. આમ કરવાથી હાથના કંપનમાંથી રાહત મેળવી શકાય.

હેન્ડ ડમ્બલ નામની કસરત કરવાથી પણ આ કંપનીને ઘટાડી શકાય છે. નિયમિતપણે આ કસરત કરવાથી પાર્કિસનના રોગ માંથી મુક્તિ મેળવી શકાય છે. નિષ્ણાંતો દ્વારા પણ આ કસરત કરવાનું સૂચવવામાં આવે છે કારણકે આ કસરત નસ નો થાક અને તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે

ત્યારે હાથના કંપનને દૂર કરવાની ત્રીજી કસરત ફિંગર ટેપ છે. આ કસરતથી પણ હાથના કંપનને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ એક સાધારણ કસરત છે કે જે તમારા હાથને જોડી રાખે છે અને તેની ગતિ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ તમામ કસરતો નિયમિત રૂપથી કરવાથી હાથ કંપનની આ સમસ્યાને રોકી શકાય છે. આ ઉપરાંત પાર્કિસનના રોગમાંથી પણ બચી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચા અથવા પાણી પીતા સમયે હાથ ધ્રુજવાએ ખાસ આ બીમારીનો છે સંકેત,જાણો તેના ઉપાય"

Leave a comment

Your email address will not be published.


*