ગુજરાતમાં કોરોના વાયરસથી હાહાકાર મચેલો છે . અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાવાયરસ ના કારણે 2326 લોકોના મોત થઇ ચુક્યા છે. આ આંકડો દેશના બીજા રાજ્યોમાં કોરોનાથી થનાર મોત ની સરખામણીએ વધારે છે.ગુજરાતમાં કઈ એવી પણ ઘટના સામે આવી છે . જેમાં સારવાર દરમિયાન પૂરી રીતે સ્વસ્થ થયા પછી દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી પરંતુ બાદમાં તેમનું મોત થયું હતું.
ગુજરાતમાં કોરોનાવાયરસ ના અત્યાર સુધી 50 હજારથી વધારે કેસો સામે આવી ચૂક્યા છે.પરંતુ કોરોના માંથી સ્વસ્થ થયા પછી મોતની ઘટનાઓ એ ડોક્ટર માટે પણ નવી છે.ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે એક્સપર્ટ ડોક્ટરોની તાસક ફોર્સના સભ્ય અને પદ્મશ્રી ડૉ તેજસ પટેલ કહેવું છે કે કોરોના ના કારણે ફેફસાંમાં લોહીની ગાંઠો બની જાય છે જેની અસર વ્યક્તિના શરીર પર લાંબા સમય સુધી રહે છે.
ડોક્ટર તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,કોટિંગ ની અસર કોરોના દર્દી પર સ્વસ્થ થયા ને એક દિવસથી લઈને 45 દિવસ સુધી રહે છે. જે દર્દી પર કોરોના ની અસર વધારે હોય છે.તેનુ બ્લડ થીનર નું ઇન્જેક્શન આપવામાં આવે છે. જેથી દર્દી ને હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકથી બચી શકે છે.ગુજરાતમાં કોરોના માંથી સ્વસ્થ થયા પછી જે કેસોમાં દર્દીઓની નું મોત થયું છે તેનું મુખ્ય કારણ હાર્ટ એટેક અને બેન સ્ટોક્સ છે.
Be the first to comment