ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે ફરિયાદ નોંધાવા પોલીસ કમિશનરને રજૂઆત, જાણો શું છે મામલો

Published on: 10:06 am, Tue, 28 July 20

સુરતમાં કોંગ્રેસે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત કરેલ છે.સુરતમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં સુરત ખાતે ભવ્ય રેલી કાઢવામાં આવનાર હતી. પરંતુ આખરી ક્ષણોમાં આ રેલી રદ કરવામાં આવેલ હતી.

જોકે રેલી અગાઉ હજારોની સંખ્યામાં લોકો વાહનો સાથે ભેગા થયા હતા. કોરોના કાર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડ્યા હતા . જેના દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.તેને લઈ ગુજરાત કોંગ્રેસે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી.