મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટનામાં એક પાંચ વર્ષના માસુમ બાળક પર રખડતા ઢોરે પ્રહાર કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એક માસુમ બાળક રસ્તા પર ચાલીને જતો હતો, ત્યારે એક રખડતા ઢોર બાળકને ઉછાળીને પછાડ્યો હતો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હરિયાણાના રેવડી શહેર માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક પાંચ વર્ષનો માસુમ બાળક ઘરેથી નજીકની દુકાને જય રહ્યો હતો. ત્યારે એક રખડતા ઢોરે અચાનક બાળક પર પ્રહાર કર્યો હતો. ઢોર બાળકને જબરદસ્ત ટક્કર લગાવે છે.
જેના કારણે બાળક ઉછળીને દૂર જઈને પડે છે. ત્યારબાદ બાળક ઉભો થઈ જાય છે અને રડતો રડતો ઘરે ચાલ્યો જાય છે. આ ઘટનામાં બાળકનો વાળ પણ વાંકો થતો નથી. આ ઘટના બની ત્યારે નજીકના ઘરની એક મહિલા બાળકને બચાવવા માટે દોડી આવી હતી.
સદનસીબે રખડતા ઢોરે બાળક એક જ વખત પ્રહાર કર્યો હતો. જો ઢોરે બાળકને મૂક્યો ન હોત તો બાળકનો જીવ ચાલ્યો ગયો હોત. આ ઘટના બન્યા બાદ સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. સ્થાનિક લોકોનું કેવું છે કે પાલતુ ગાયુને રસ્તા પર છોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
રામ રાખે તેને કોણ ચાખે…! દુકાને જઈ રહેલા 5 વર્ષના માસુમ બાળક સાથે રખડતા ઢોરે કર્યું એવું કે – જુઓ CCTV ફૂટેજ… pic.twitter.com/B2wqLTkuPI
— GUJJU ROCKZ (@gujju_rockz) July 16, 2022
તમે સોશિયલ મીડિયામાં આવા ઘણા વિડીયો જોયા હશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો જોકી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ લોકોએ તંત્રની કામગીરી સામે ઘણા સવાલો ઊભા કર્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment