હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ વિશ્વના સૌથી વધુ અમીર વ્યક્તિઓમાં નામના ધરાવતા એવા મુકેશ અંબાણી ને લઈને હાલમાં એક રિપોર્ટ એજન્સી દ્વારા સમાચાર મળી રહ્યા છે. મુકેશ અંબાણી ની હયાતી બાદ આ સમગ્ર સામ્રાજ્ય કોણ સંભાળશે? આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં ઉઠતો હોય છે.
સમગ્ર વિશ્વના ચોથા ધનિક અને ભારતના પ્રથમ ધનિક એવા મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવી રહ્યા છે. મીડિયા એજન્સી દ્વારા માહિતી મળી રહી છે કે આ એટલા માટે બનાવવામાં આવી રહ્યું છે કે જેથી રિલાયન્સના બિઝનેસ એમ્પાયર ની માટે સાચો ઉત્તરાધિકારીને નક્કી કરી શકાય.
આ કાઉન્સિલમાં પરિવારના બધા જ સભ્યોને બરાબર નું પ્રતિનિધિત્વ મળે તેવી માહિતી મળી રહે છે. નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને અનંત અંબાણી તથા દિકરી ઇશા અંબાણી પણ આ કાઉન્સિલમાં સામેલ હશે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગામી સમયમાં કમાન મુકેશ અંબાણીના સંતાનોના હાથમાં હશે .
આ મામલાની માહિતી રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આવતા વર્ષના અંત સુધીમાં મુકેશ અંબાણી પોતાના બિઝનેસ અમ્પાયરના ઉત્તરાધિકારીને નક્કી કરી લેશે . આ ફેમિલી કાઉન્સિલ બનાવવાનું પણ ઉત્તરાધિકારી નક્કી કરવાનું માત્ર એક ભાગ છે.
આ કાઉન્સિલમાં પરિવારનો એક એડલ્ટ ની સાથે કુલ ત્રણ બાળકો તેમજ એક બહારનો સભ્ય પણ હશે કે જે મેન્તર તથા એડવાઈઝેર તરીકેનું કામ કરશે . આ કાઉન્સિલ રિલાયન્સના કોઈ પણ મહત્વના નિર્ણય લેવાની ભૂમિકા ભજવી શકે છે.
આ કાઉન્સિલમાં પરિવારથી લઇને બિઝનેસની સાથે જોડાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવશે .આ કાઉન્સિલને બનાવવા ની પાછળ મુકેશ અંબાણી નો ઉદ્દેશ એ છે કે પરિવારને રિલાયન્સની કુલ 80 અરબ ડોલરની સંપત્તિ ને લઈને સાફ તસવીર દેખાઈ શકે છે . આગળ જઈને પણ વિભાજનમાં કોઈ વિવાદ ન થાય તે માટે નો મુખ્ય ઉદ્દેશ છે.
Be the first to comment