રામ રાખે તેને કોણ ચાખે…! પાણીના જોરદાર પ્રવાહમાં બાઈક ચાલક તણાયો, ત્યારબાદ થયું એવું કે – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે

Published on: 4:32 pm, Wed, 6 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. કચ્છમાં સતત છેલ્લા છ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેથી ત્યાંના લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે ગઈકાલે સાર્વત્રિક વરસાદથી નદીનાળાઓ અને ધોરીમાર્ગના કોઝવે પર જોરદાર પ્રવાહમાં પાણી વહી રહ્યું હતું.

ત્યારે માંડવીના મોટા ભાડીયા અને ગુંડીયાદિ વચ્ચેના માર્ગે પર વરસાદી પાણી વહેતા થયા હતા. આ દરમિયાન કોષકે ઉપર પાણીના જોરદાર પ્રવાહમાં બાઈક ચાલકો ફસાયો હતો. પાણીનો પ્રવાહ આટલો વધારે હતો કે, બાઈક ચાલક જોરદાર પ્રવાહમાં તણાવવા લાગ્યું હતું. આ દ્રશ્યો જોઈને ત્યાં ઊભેલા કેટલાક લોકો પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે બાઈક ચાલકને બચાવવા માટે પહોંચી ગયા હતા.

તે લોકોએ બાઈક ચાલક અને બાઇકને બંનેને પકડી રાખ્યા હતા. મહામહેનત બાદ સાથે બાઈક ચાલકને પાણીના જોરદાર પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાં ઉભેલા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક લોકો માંડ માંડ પાણીના જોરદાર પ્રવાહો વચ્ચેથી બાઈક ચાલક અને તેની બાઈકને બહાર કાઢે છે. જો સ્થાનિક લોકો બાઇક ચાલક યુવકની મદદ માટે ન ગયા હોત તો, બાઈક ચાલક યુવક બાઇક સાથે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જાત. આ વિડીયો જોઈને ઘણા લોકોનો શ્વાસ અધર થઈ ગયો છે.

ગઈકાલે માંડવી વિસ્તારમાં 4.5 એ જ આટલો વરસાદ વરસ્યો હતો. આ કારણોસર અનેક જગ્યાઓમાં પાણી ઘૂસી ગયા હતા અને રસ્તા પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. ત્યારે મોટા ભાડીયા અને ગુંડિયાદી વચ્ચેના માર્ગ પરના કોઝવે પર પાણીના જોરદાર પ્રવાહમાં એક બાઈક ચાલક ફસાયો હતો.

સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો. લોકોનું કહેવું છે કે, આ કોઝવે છેલ્લા ચાર વર્ષથી ખૂબ જ ખરાબ હાલતમાં છે. કોઝવેન સારો કરવા માટે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આમ આમ લે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે…! પાણીના જોરદાર પ્રવાહમાં બાઈક ચાલક તણાયો, ત્યારબાદ થયું એવું કે – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે"

Leave a comment

Your email address will not be published.


*