white king cobra : સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક દુર્લભ સાપનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો સાપનું નામ પડે એટલે ભલભલા લોકોના પર સેવા છૂટી જતા હોય છે. તમે ઘણા અલગ અલગ પ્રકારના સાપ જોયા હશે.
ત્યારે સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે ભારતમાં દુધિયા સફેદ રંગનો એક કિંગ કોબ્રા સાપ(white king cobra) જોવા મળ્યો છે. જેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તમે સાપની ઘણી અલગ અલગ પ્રજાતિના વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. સાપની પ્રજાતિઓ એ પર્યાવરણનું સંતુલન બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સાપનો એક ખૂબ જ દુર્લભ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો તમિલનાડુના કોઈમ્બતુરનો છે. તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક દુર્લભ દુધીયો સફેદ કિંગ કોબ્રા સાપ જોવા મળી રહ્યો છે.
આ સાપ મંગળવારના રોજ એટલે કે 2 મેના રોજ પોદાનુરના રહેણાક વિસ્તારમાં જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ આ વાતની જાણ સ્થાનિક લોકોને થતા જ તેઓએ વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન પ્રશ્ન સ્વયંસેવક મોહનને સાપને બચાવવા માટે બોલાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ સાપને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો અને તેને માનવ વસવાટથી દૂર લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સાપને પકડીને ફોરેસ્ટ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. હાલમાં સાપ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
A rare albino cobra was spotted near the residential area in Coimbatore Podanur. @xpresstn @Senthil_TNIE pic.twitter.com/7Gv76qaeOO
— The New Indian Express (@NewIndianXpress) May 4, 2023
વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર The New Indian Express નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તો આ દુર્લભ સાપને જોઈને ચોકી ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment