હે રામ..! પૂરપાડ ઝડપે જતી બસ 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી, 3 બાળકો સહિત 15 લોકોના મોત… ઘટના સ્થળે લાશોનો ઢગલો થઈ ગયો…

Published on: 12:27 pm, Tue, 9 May 23

Madhya Pradesh Bus Accident : આજરોજ સવારે 8:00 વાગ્યાની આસપાસ બનેલી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મુસાફરોથી ભરેલી એક બસ પુલ ઉપરથી નદીમાં ખાબકતા ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માતની ઘટનામાં 3 બાળકો સહિત 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા (15 people died) છે. ઘટના આટલી ગંભીર હતી કે વાતાવરણ મોતની ચીસો થી ગુંજી ઉઠ્યું હતું.

મધ્યપ્રદેશ બસ અકસ્માતમાં 15 લોકોના મોત…

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર ઘટનામાં 24 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના સવારે 8.40 કલાકે મધ્યપ્રદેશના ખરગોન માં બની છે. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે બસમાં 40 થી પણ વધારે મુસાફરો સવારી કરી રહ્યા હતા.

ખરગોનમાં એક બસ પુલ પરથી નીચે ખાબકી હતી

અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ડોગરગાવ અને દસંગા વચ્ચે બોરાડ નદી પરના પુલની રેલિંગ તોડીને બસ નદીમાં ખાબકી હતી. આ સમગ્ર ઘટના બની ત્યારે નદીમાં પાણી ન હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ એમ્બ્યુલન્સ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં 15 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર બસ ખૂબ જ ઝડપમાં જતી હતી. આ કારણોસર બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પોલ ઉપરથી નીચે ખાબકી હતી.

50 ફૂટની ઊંચાઈ પરથી બસ નદીમાં ખાબકી….

ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બસના કાચ તોડીને ઇજાગ્રસ્ત થયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પછી એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગામના લોકોએ જણાવ્યું હતું કે બસ ગામમાંથી પાંચ મિનિટ પહેલા જ નીકળી હતી અને ત્યારે બસ ખૂબ જ ઝડપમાં જઈ રહી હતી.

બસ પુલ પરથી નીચે પડી ગયા બાદ ધડાકાનો અવાજ સાંભળીને આસપાસનાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.

અકસ્માતની ઘટના બન્યા બાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ચાલુ વર્ષે ડ્રાઇવરને જોકુ આવી ગયું હતું આ કારણસર તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે રામ..! પૂરપાડ ઝડપે જતી બસ 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી, 3 બાળકો સહિત 15 લોકોના મોત… ઘટના સ્થળે લાશોનો ઢગલો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*