દેશમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવા આવી ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો દિવસેને દિવસે દીકરીઓ અને મહિલાઓ અસુરક્ષિત થતી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે યુવકો દ્વારા એક યુવતીની છેડતી કરવામાં આવી રહી હતી.
ત્યારે યુવતીનો નાનો ભાઈ બંને યુવકોનો વિરોધ કરે છે. ત્યારે બંને યુવકો યુવતીને નાના ભાઈનો જીવ લઇ લે છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠથી સામે આવી છે. નદીમ અને ફરમાના નામના બે યુવકો એક યુવતીની છેડતી કરતા હોય છે. ત્યારે આ બાબતનો વિરોધ કરવા માટે યુવતીનો 14 વર્ષીય ભાઈ ત્યાં આવે છે.
ત્યારે ફરમાન અને નદીમ યુવતીના 14 વર્ષના ભાઇ સાથે માથાકૂટ કરે છે, અને ધારદાર વસ્તુ વડે તેનો જીવ લઈ લે છે. ત્યારબાદ યુવતીના નાના ભાઈના મૃતદેહને ઘટનાસ્થળેથી થોડીક દૂર ફેંકી દે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર થોડાક દિવસ પહેલા બન્ને આરોપીએ એક યુવતીની છેડતી કરી હતી. ત્યારે યુવતીના ભાઈએ આ બાબતનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓ ચાલ્યા ગયા હતા.
છેડતી થી કંટાળીને યુવતીની માતાએ યુવતીને તેના મામાના ઘરે મોકલી દીધી હતી. થોડાક દિવસ પછી બંને યુવકો યુવતીના ઘરે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બંને આરોપીઓએ યુવતી વિશે યુવતીના મોટા ભાઇને પૂછ્યું હતું. પરંતુ યુવતીના મોટાભાઈએ જવાબ ન આપ્યો તેથી બંને તેની સાથે માથાકૂટ કરી હતી. શુક્રવારના રોજ યુવતીનો 14 વર્ષ નાનો ભાઈ ડેરીએ દૂધ લેવા જઈ રહ્યો હતો.
ત્યારે બંને આરોપીઓ ત્યાં આવે છે. અને યુવતીના 14 વર્ષના નાના ભાઈ ને ખેતરમાં લઈ ગયા હતા. સૌ પ્રથમ બંને મળીને યુવતીને 14 વર્ષના નાના ભાઈ બેલ્ટ વડે પ્રહાર કર્યા હતા. ત્યારબાદ ધારદાર વસ્તુઓ વડે 14 વર્ષના માસૂમ બાળકોનો જીવ લઇ લીધો હતો. ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment