સુરતમાં દીકરી ગ્રીષ્મા વેકરીયાનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને આજ રોજ કોર્ટમાં રજૂ કરાયો, આજે કોર્ટ લગભગ સજા સંભળાવશે…

Published on: 11:34 am, Thu, 21 April 22

સુરત શહેરમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ સમગ્ર ગુજરાતની જનતા હચમચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસે આરોપી ફેનીલ ગોયાણીની ધરપકડ કરી લીધી હતી અને માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 6 એપ્રિલના રોજ કોર્ટમાં બચાવ પક્ષ અને સરકારી પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. 16 એપ્રિલના રોજ કોર્ટ કેસને લઈને સુનાવણી કરવાની હતી. પરંતુ 16 એપ્રિલના રોજ બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોટે 21 એપ્રિલ પર તારીખ મુલતવી કરી રાખી છે.

આજ રોજ લગભગ કોર્ટ આરોપી ફેનીલ ગોયાણીને સજા સંભળાવી શકે છે. આરોપી ફેનીલ ગોયાણી અને કડકમાં કડક સજા મળે તે માટે સરકાર પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આજ રોજ આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ દલીલો કરવામાં આવી હતી. સરકાર પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દીકરીનો જીવ ઉશ્કેરાટમાં નથી લેવામાં આવ્યું. આરોપી ફેનીલે પૂર્વ તૈયારીઓ સાથે દીકરીનો જીવ લીધો છે. ત્યારે બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, આરોપી ફેનીલને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.

પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસ દ્વારા માત્ર સાત દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે, સમગ્ર ઘટના બની ત્યારબાદ તપાસ અધિકારીઓ દ્વારા મીડિયામાં કરેલા નિવેદનના કારણે આરોપી ફેનીલ ગોયાણીના વિરોધમાં સમાજમાં વાતાવરણ ઊભું થયું હતું.

જેના કારણે સાક્ષીઓ આરોપી ફેનીલના તરફેણમાં જુબાની આપવા માટે પણ તૈયાર નથી. લગભગ આજરોજ કોર્ટે આરોપી ફેનીલને સજા સંભળાવી શકે છે. તમે જ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આરોપી ફેનીલને શું સજા મળવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં દીકરી ગ્રીષ્મા વેકરીયાનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને આજ રોજ કોર્ટમાં રજૂ કરાયો, આજે કોર્ટ લગભગ સજા સંભળાવશે…"

Leave a comment

Your email address will not be published.


*