અત્યાર સુધીમાં ઘણા લોકોએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પોતાના જીવ ટૂંકાવી લીધા હશે. ગુજરાતમાં થોડાક સમય પહેલા જેતપુરમાં એક જીમ ટ્રેનર યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર સોની પરિવારના 22 વર્ષના જુવાનજોધ દીકરાય વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી થી ડરીને પોતાના જ ઘરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
દીકરાના મૃત્યુ બાદ સોની પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જેતપુરના મોટા ચોક કામદાર શેરીમાં રહેતા અને જીમ ટ્રેનર તરીકે કામ કરતા રોનક મનીષભાઈ લાઠીગર નામના 22 વર્ષના સોની યુવાને આજથી થોડાક સમય પહેલા પોતાના ઘરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનામાં રોનકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને રોનક મોરબી ચાલ્યો ગયો હતો. ત્યાં રોનક પર દેણું થતા તે જેતપુર આવ્યો હતો અને તેને સુસાઇડ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રોનકે જેતપુરના પાંચથી છ લોકો પાસેથી ત્રણ લાખ રૂપિયા આજે લીધા હતા.
વ્યાજખોરો રોનક પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા. તેથી બચવા માટે રોનક મોરબી ચાલ્યો ગયો હતો અને ત્યાં જઈને જીમ ટ્રેનરનું કામ શરૂ કર્યું હતું. ત્યાં તેના પર દેણું વધી જતા તે જેતપુર પાછો આવી ગયો હતો. રોનકના માતા પિતા બે દિવસ પહેલા ગોંડલ લગ્ન પ્રસંગમાં ગયા હતા. પિતા જ્યારે લગ્નમાંથી પરત ઘરે આવ્યા ત્યારે તેમને પોતાના દીકરા રોનકનું મૃતદેહ જોયું હતું.
રોનકના પિતાએ જણાવ્યું હતું કે રોનકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેની પાસે કોણ અને કેટલી રકમ માગે છે તે વાતથી અમે અજાણ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને જેતપુર પોલીસ કાર્યવાહી કરી રહી છે. રોનકની માતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારા દીકરાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આવું કામ કર્યું છે.
અમને પણ વ્યાજખોરો ધમકી આપતા હતા કે જો તમે પૈસા નહીં આપો તો તમને જેતપુરમાં રહેવા નહીં દઈએ. અમે લગ્નમાંથી પાછા આવ્યા ત્યારે દીકરો સૂતો હતો અને પછી તે ક્યારેય ઉઠ્યો જ નહીં. દીકરો લાકડા જેવો કડક થઈ ગયો હતો. ત્યારબાદ અમે 108 ને ફોન કર્યો હતો ત્યારે લોકોએ કહ્યું કે 108 અંદર નહીં આવે તેથી અમે તેને રીક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા. મને ન્યાય મળવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment