જીગ્નેશ દાદા “રાધે રાધે” નો જન્મ ગુજરાતના આ નાનકડા એવા ગામમાં થયો હતો..! શું તમે જાણો છો જીગ્નેશ દાદાની આ વાતો…

Published on: 11:16 am, Sat, 21 January 23

મિત્રો તમે બધા પ્રખ્યાત કથાકાર એટલે કે જીગ્નેશ દાદાને તો જરૂર ઓળખતા હશો. જીગ્નેશ દાદા એ ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ બનાવ્યું છે. જીગ્નેશ દાદા એક પ્રખ્યાત કથાકાર છે. મિત્રો તમને જણાવી દે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ લોકો જીગ્નેશ દાદાની કથા ખૂબ જ ભાવથી જોવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દેનાર એવા જીગ્નેશ દાદાને નાની ઉંમરથી જ ભજન ગાવાનો ખૂબ જ શોખ હતો.

તો આજે આપણે જીગ્નેશ દાદા વિશે ન સાંભળેલી વાતો કરવાના છીએ. જીગ્નેશ દાદા નો જન્મ 25 માર્ચ 1986ના રોજ ગુજરાતની અંદર આવેલા અમરેલી જિલ્લાના કરીયા ચડ ગામની અંદર થયો હતો. જીગ્નેશ દાદા ના પિતાનું નામ શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયાબેન છે. જીગ્નેશ દાદા ને એક બહેન પણ છે.

જીગ્નેશ દાદાના બાળપણની વાત કરીએ તો, પિતા શંકરભાઈ અને માતા જયાબેનની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના કારણે જીગ્નેશ દાદાએ રાજુલા પાસે આવેલા જાફરાબાદમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે કથાકાર જીગ્નેશ દાદા એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ જીગ્નેશ દાદાને નાનપણથી જ ભજન કીર્તન ગાવાનો ખૂબ જ શોખ હતો. તેથી તેમને પોતાનો અભ્યાસ છોડી દીધો અને લોકોને કથાનું જ્ઞાન પીરસવાનું ચાલુ કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે જીગ્નેશ દાદા અમરેલીની અંદર આવેલી એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. જીગ્નેશ દાદા એક એવા કથાકાર છે કે તેમને નાની ઉંમરના યુવાનોને પણ ભજન સાંભળતા કરી દીધા હતા. જીગ્નેશ દાદા હાલમાં સુરતની અંદર સરથાણા જકાતનાકા વરાછા વિસ્તાર પાસે રહે છે.

જીગ્નેશ દાદા ઘણા સમય પહેલા થોડાક વિવાદોમાં પણ ફસાયા હતા. ત્યારબાદ તેમને પહેલા જેટલી કથાઓ મળવાનું બંધ થઈ ગયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે જીગ્નેશ દાદા એ માત્ર 16 વર્ષની ઉંમરે પોતાના જ ગામમાં પહેલી કથા કરી હતી. અત્યાર સુધીમાં જીગ્નેશ દાદાએ પોતાના જીવનમાં ઘણી બધી કથાઓ કરી છે અને સેકડો લોકોને કથાનું જ્ઞાન આપ્યું છે.

જીગ્નેશ દાદા તાળી પાડો તો મારા રામની, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ જેવા ઘણા બધા ભજનોથી ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. જીગ્નેશ દાદાને લોકો રાધે રાધેના નામથી પણ ઓળખે છે. અત્યાર સુધીમાં જીગ્નેશ દાદાએ 100થી પણ વધારે કથાઓ કરી છે. ગુજરાતની અંદર એક એવો સમય હતો જ્યારે જીગ્નેશ દાદા એક પ્રસિદ્ધ કથાકાર તરીકે ઓળખાતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જીગ્નેશ દાદા “રાધે રાધે” નો જન્મ ગુજરાતના આ નાનકડા એવા ગામમાં થયો હતો..! શું તમે જાણો છો જીગ્નેશ દાદાની આ વાતો…"

Leave a comment

Your email address will not be published.


*