સુરતમાં ફોન પર વાત કરતા જતા યુવકના હાથમાંથી ફોન આચકીને ભાગતા બે યુવકોને પકડી પાડવામાં આવ્યા, ત્યાર બાદ લોકોએ કહ્યું એવું કે…

Published on: 9:00 pm, Fri, 27 August 21

આજકાલ દિવસેને દિવસે લૂંટના બનાવ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે સુરત શહેરનો એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં એલ.પી.સવાણી નજીક બે બાઇક સવાર મોબાઈલ ચોરીને ભાગતા હતા ત્યારે લોકોએ પકડીને તેને મેથીપાક આપ્યો હતો.

ત્યારબાદ આ બંને યુવકોને પોલીસને હવાલે કરી દીધા હતા. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના સવારના સમયે બની હતી. આ બંને યુવક પાસેથી 10 મોબાઇલ અને 2 સોનાની ચેઇન મળી હતી.

મળતી માહિતી મુજબ આજે સવારે એક વ્યક્તિ મોબાઇલ પર વાત કરતો કરતો જ રહ્યો હતો ત્યારે ગૌરવ પથ રોડ પર નક્ષત્ર ફ્લેટ ની નજીક બે બાઇક સવારોએ ઢોલ પર ચાલતા યુવકને હાથમાંથી મોબાઇલ લઇને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના બનતા રોડ પર ચાલતા યુવકે ચોર બૂમ પાડી અને તેની પાછળ દોડવા નો પ્રયાસ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ બાઈક પર સવાર બંને વ્યક્તિઓને પકડી ને જાહેરમાં મેથીપાક આપવામાં આવ્યો હતો.

લોકોએ ભેગા થઈને બંને બાઇક સવાર યુવકના ભુક્કા કાઢી નાખ્યા હતા. ત્યારબાદ બાઈક સવાર બંને યુવકની તલાસી લેતા ખિસ્સામાંથી 10 મોબાઈલ અને બે ચેઇન મળી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને લોકો દ્વારા બંને યુવકને અડાજણ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ફોન પર વાત કરતા જતા યુવકના હાથમાંથી ફોન આચકીને ભાગતા બે યુવકોને પકડી પાડવામાં આવ્યા, ત્યાર બાદ લોકોએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*