આ દીકરીને ભણતા-ભણતા 23 લાખના પગાર વાળી નોકરી મળી, દીકરીએ નોકરી મેળવીને દેશભરમાં માતા-પિતાનું નામ રોશન કર્યું…

Published on: 5:35 pm, Tue, 24 May 22

આજની યુવાપેઢીમાં સારુ કમાવા માટેની હરિફાઈ ચાલતી હોય છે ત્યારે આજનો યુવકો અને યુવતીઓ સારો સારો અભ્યાસ કરીને લાખો રૂપિયા કમાય તેવી આશા રાખતા હોય છે. એવામાં આજે આપણે એક એવી જ દીકરી વિશે વાત કરીશું કે જેની 23 લાખ રૃપિયાના પેકેજ વાળી નોકરી મળી છે જે ખૂબ જ ગૌરવ ભરી વાત કહેવાય.

વિસ્તૃતમાં આ દીકરી ભોપાલની છે કે જેનો તો હજુ અભ્યાસ પૂર્ણ થયું નથી એની પહેલાં જ તેને 24 લાખ રૃપિયાના પેકેજ વાળી નોકરી મળી ગઈ છે જે ખૂબ જ આશ્ચર્યજનક વાત પણ કરી શકાય. ત્યારે એ દીકરી હાલમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહી છે અને છેલ્લા વર્ષમાં તેનો અભ્યાસ ચાલુ છે.

ત્યારે નવાઈની વાત તો એ કે આ દીકરી તેના જીવનમાં કોઈ દિવસ કોચિંગ કર્યું નથી. તે પોતે જાતે જ અભ્યાસ કરીને પરીક્ષાઓ આપતી હતી. આ દિકરીનું નામ મોક્ષા જૈન છે.તેના પિતા પ્રોપર્ટી ડીલર છે અને હાલમાં તો મોક્ષાની વોલમાર્ટ કંપનીમાં પસંદગી થઇ છે. ત્યારે એ દીકરીને ચેન્નઈ અથવા તો બેંગ્લોરમાં પણ કોઈ એક જગ્યાએ પોસ્ટિંગ મળશે અને તેને 23 લાખ રૂપિયા મળશે પગારનું પેકેજ મળ્યો છે.

ત્યારે કહી શકાય કે એ દીકરીની મહેનત રંગ લાવી અને આ પેકેજ મળ્યા પછી દીકરી એ બધું સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે. એટલું જ નહીં આ દીકરી એ સતત ઘણી જગ્યાઓમાં ઇન્ટરશિપ પણ આપી છે અને દીકરીએ તેના અભ્યાસને કારકિર્દીમાં સફળતા મેળવી છે. અને કહીયે તો માતા પિતા નું નામ પણ રોશન કર્યું છે.

આ દીકરી કુલ ત્રણ બહેનો માંથી બીજા નંબરની છે જે સિસ ગ્રુપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે ત્યારે વાત કરીએ તો હજુ તો તેનો અભ્યાસ પૂર્ણ થયું નથી અને તેની સાથે જ તેની લાખો રૃપિયાના પેકેજ વાળી નોકરી પણ મળી ગઈ. આટલી મોટી સફળતા જોઇને તેના માતા-પિતાને ખુશીનો પાર ન રહ્યો.

ત્યારે કહી શકાય કે આ સફળતા પાછળ એ દીકરીની મહેનત અને આવડત હોઈ શકે આ દીકરીની જેમ ઘણા યુવાનો પણ એવા છેકે જે લોકો અભ્યાસની સાથે પોતાની આવડત મુજબ આગળ વધીને કંઈકને કંઈક રીતે પૈસા કમાવાની દ્રષ્ટિ ધરાવતા હોય છે ત્યારે આ દિકરી ની સફળતા જોઇને અચૂક નવાઈ લાગે કે અભ્યાસની સાથે જ તેને નોકરી મળી ગઈ જે ખૂબ જ સારી બાબત ગણાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ દીકરીને ભણતા-ભણતા 23 લાખના પગાર વાળી નોકરી મળી, દીકરીએ નોકરી મેળવીને દેશભરમાં માતા-પિતાનું નામ રોશન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*