ધુળેટી રમતી વખતે વરાછામાં 15 વર્ષનો બાળક બીજા માળેથી નીચે પડ્યો, બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…

Published on: 10:59 am, Sun, 20 March 22

સુરતમાં ધુળેટીના દિવસે વરાછામાં એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પાણીની થેલી નીચે ફેંકતી વખતે એક બાળક બીજા માળેથી નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકનું નામ નિકુંજ હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી.

મૃત્યુ પામેલા નિકુંજના પિતા મહેશભાઇ મકવાણા પાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મહેશભાઈ વરાછા મીની બજાર પાસે કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનો 15 વર્ષીય પુત્ર નિકુંજ સરકારી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો.

શુક્રવારના રોજ બપોરના સમયે ધુળેટી ઉજવતી વખતે નિકુંજ બીજા માળેથી બાલ્કનીમાંથી પાણીની થેલી ભરીને નીચે ફેંકતો હતો. આ દરમ્યાન નિકુંજ પોતાનું સંતુલન ગુમાવે છે અને તે બીજા માળેથી નીચે પડે છે. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા વરાછા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. નિકુંજ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય એક બનાવ ની વાત કરીએ તો વરાછાના જગદીશ નગર ખાતે રહેતા રાજકુમાર જમનાપ્રસાદ બર્મન શુક્રવારના રોજ રાત્રે ચોથા માળે ટેરેસ પર સૂતા હતા.

અને પેશાબ કરવા જતી વખતે તેઓ ચોથા માળેથી નીચે પડ્યા હતા અને આ ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેની ઉમર 44 વર્ષની હતી અને તેઓ હીરાના કારખાનામાં કામ કરતા હતા. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધુળેટી રમતી વખતે વરાછામાં 15 વર્ષનો બાળક બીજા માળેથી નીચે પડ્યો, બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*