આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે થોડાક દિવસ પહેલા એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળવી માહિતી અનુસાર ઓવર ટ્રેક કરતી વખતે પુરપાડ ઝડપે જતી કાર ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ અકસ્માતની ઘટના શિહોરના બ્યાવર ફોરલેન સ્થિત શીવગંજ તીરાહેમાં બની હતી. મળતી માહિતી અનુસાર વિદડા ગાંધીધામ ગુજરાતના રહેવાસી ભીમસિંહ, ભેરુસિંહ, દશરથ સિંહ, રઘુવીરસિંહ અને શંભુસિંહ એક કારમાં સવાર થઈને ગાંધીધામ થી કોટપુતલી કે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કારચાલક ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.
આ દરમિયાન આગળ ચાલી રહેલી ટ્રોલીની પાછળ કારચાલક કાર ઘુસાવી દે છે. કાર એટલી સ્પીડમાં હતી કે, ભીમસિંહ અને ભેરુસિંહનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રોલી ચાલક ટ્રોલી લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આસપાસના લોકોએ ટ્રોલી ચાલકને પકડવાની કોશિશ કરી પરંતુ તે લોકો પહોંચે તે પહેલા તો ટ્રોલી ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment