મિત્રને મુકવા જતા મિત્રનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત… રસ્તા ઉપર અચાનક જ કંઈક એવું બન્યું કે…

Published on: 1:03 pm, Mon, 14 August 23

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રખડતા ઢોરના કારણે બનેલી અકસ્માતની ઘટનાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને એક યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

જાણવા મળી રહ્યું છે કે રાત્રે અંધારામાં બે મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પર બેઠેલા રખડતા ઢોર સાથે તેમની બાઈકની ટક્કર થઈ હતી. જેના કારણે બંને રોડ ઉપર પટકાયા હતા. આ ઘટનામાં બાઈક પર સવારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણસર તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

જ્યારે તેનો મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. ઘટનાની માહિતી મળતા જ મૃતક યુવકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પોતાના દીકરાના મૃતદેહને જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટના રવિવારના રોજ મોડી રાત્રે બની હતી. નિતીન નામનો યુવક પોતાના મિત્ર વિશાલને મૂકવા માટે તેના ઘરે જતો હતો. નિતીન અને વિશાલ બંને બાઈક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બેઠેલા રખડતા ઢોર સાથે તેમની બાઈક અથડાઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં નીતિનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

જ્યારે વિશાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને આસપાસના લોકો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. નીતિનના જ મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને નીતિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રને મુકવા જતા મિત્રનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત… રસ્તા ઉપર અચાનક જ કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*