માસ્ક થી કયારે મળશે છુટકારો, જાણો શું કહેવુ છે નિષ્ણાતોનું ?

હાલમાં અમેરિકામાં રસી લઇ ચુકેલા લોકોને માસ્ક વગર હરવા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યાર બાદ લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહા છે કે આખરે આપણા દેશમાં સ્થિતિ ક્યારે આવશે જયારે માસ્ક વગર હરી ફરી શકાશે. તેને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે જો ભારતમાં આવી સ્થિતિ લાવી છે.

તો જરૂરી છે કે રસીકરણ ની રફતાર ને ત્રણ ગણી વધારવામાં આવે. એમ્સના પૂર્વ ડાયરેક્ટર એસમી મિશ્રા જણાવે છે કે અમેરિકામાં ૨૫ કરોડથી વધારે રસીનો ડોઝ લાગી ચૂક્યા છે અને આપણા દેશમાં અત્યારે 18 ડોઝ જ લાગ્યા છે.

માસ્ક સિવાયની વાત કરીએ તો આપણા દેશ માં વાયરસ ના કેસમાંથી રાહત મેળવવા માટે ઓછામાં ઓછા 50 કરોડ ને રસી લગાવી જોઈએ. જોકે આ રસીની અછત જોવા મળી રહી છે.

તેથી પ્રતિ દિવસ ઓછા લોકોને જ રસી આપવામાં આવી રહી છે. અંદાજે ૫૦ લાખ લોકોને રસી લગાવવાની જરૂર છે અંદાજો છે કે જુલાઈથી દૈનિક 90 લાખ થી 1 કરોડ લોકો ને રસી લગાવવામાં આવશે.

કારણ કે ત્યાં સુધી વર્તમાન કંપનીઓ પ્રોડક્ટ્સન વધારી દેશે અને સાથે જ કેટલીક નવી કંપનીઓ ની રસી પણ આવી જશે. માસ્ક થી છુટકારો આ વર્ષના અંત સુધીમાં મળી જશે કારણ કે ડિસેમ્બર સુધી આપણી પાસે બે બીલિયન રસી હશે.

અને જો જુલાઈ થી દૈનિક 90 લાખ થી એક કરોડ લોકોને રસી લગાવવામાં આવે છે તો ડિસેમ્બર સુધી 100 કરોડ થી વધુ લોકોને રસી લાગી જશે ત્યારબાદ સંક્રમણ પહેલા ફેલાવવાની સંભાવના ઓછી થવાનો અંદાજ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*