શાળામાં પાણી ભરાયું ત્યારે, મહિલા શિક્ષકે બાળકો પાસે કરાવ્યું એવું કાર્ય કે – વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. હાલમાં વાયરલ થઈ રહેલો વિડિયો એક શાળાનો છે. જેમાં બુધવારના રોજ ભારે વરસાદના કારણે મથુરાની એક શાળામાં પાણી ભરાઈ ગયું હતું.

પાણી ભરાયા બાદ શાળામાં હાજર મહિલા શિક્ષિકા ખુરશીઓનો ઉપયોગ કરીને શાળામાંથી બહાર નીકળતી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા શિક્ષિકા એક પછી એક ખુરશી પર પગ મૂકીને આગળ વધી રહે છે. જ્યારે બાળકો પાણીમાં ઊભા રહીને મહિલા શિક્ષિકા માટે ખુરશીઓનો પુલ બનાવી રહ્યા છે.

બાળકો પાણીમાં ઊભા રહીને મહિલા શિક્ષિકા માટે પુલ બનાવી રહ્યા છે અને મહિલા શિક્ષિકા નવાબની જેમ ખુરશી પર ચડીને આગળ વધી રહે છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મહિલા શિક્ષિકા ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર આ મામલો બલદેવ વિસ્તારના દેવટા ગામ પંચાયતની પ્રાથમિક શાળાનો છે. પ્રાથમિક શાળામાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. ત્યારે સ્કૂલમાંથી બહાર જવા માટે મહિલા શિક્ષિકાએ બાળકોને ગંદા પાણીમાં ઉતાર્યા હતા. ત્યારબાદ બાળકો પાસે પાણીમાં ખુરશી મુકાવીને એક પુલ બનાવ્યો હતો.

ત્યારબાદ મહિલા શિક્ષિકા જાણી કોઈ નવાબ ના હોય તેમ આરામથી ખુરશીઓ ઉપરથી ચાલતી ચાલતી બહાર જાય છે. જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે લોકોએ મહિલા શિક્ષિકા સામે ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રશાસાને પણ મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી હતી.

આ ઘટનાનો વિડીયો ટ્વીટર પર Piyush rai નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં મહિલા શિક્ષકે સામે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*