પત્નીના પ્રેમ પ્રકરણની પતિને ખબર પડતાં, પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 11:49 am, Fri, 8 April 22

રાજસ્થાનમાં બનેલી એક હતો મચાવી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો છે. આ ઘટના રાજસ્થાનના જયપુરના ઝોટવાડામાં બની હતી. મળતી માહિતી અનુસાર મંજુ રાઠોડ નામની મહિલા પંકજ શર્મા નામના યુવક સાથે પ્રેમસંબંધ માં બંધાયેલી હતી.

મંજુ રાઠોડના પતિનું નામ શક્તિસિંહ હતું. મંજુ રાઠોડ 2017માં પોતાના પ્રેમી પંકજ શર્મા સાથે માઉન્ટ આબુ ફરવા ગઈ હતી. ત્યાં મંજુ રાઠોડે પોતાના પ્રેમી પંકજ શર્મા સાથે ફોટા પડાવ્યા હતા. મંજુના ફોનમાં શક્તિસિંહ મંજુ અને પંકજ ના ફોટા જોઈ ગયો હતો. જેના કારણે મંજુ રાઠોડ અને શક્તિસિંહ વચ્ચે માથાકુટ થઇ હતી.

સતત વધતી જતી માથાકૂટના કારણે મંજુ રાઠોડ ખૂબ જ કંટાળી ગઈ હતી. તેથી મંજુ રાઠોડે પોતાના પ્રેમી પંકજ શર્મા સાથે મળીને શક્તિસિંહનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર એક દિવસ મોડી રાત્રે મંજુ રાઠોડે પોતાના પ્રેમી પંકજ શર્મા અને ઘરે બોલાવ્યો હતો અને નશામાં સૂઇ રહેલા પતિ શક્તિસિંહના મંજુ રાઠોડે હાથ-પગ પકડી લીધા હતા.

ત્યારબાદ પ્રેમી પંકજ શર્માએ શક્તિસિંહનું ગળું દબાવી દીધું હતું. આ કારણોસર શક્તિસિંહનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ મંજુ રાઠોડે પોતાના પ્રેમી પંકજ શર્મા સાથે મળીને બે દિવસ બાદ શક્તિ સિંહના મૃતદેહને એક કાપડની દુકાન એ લઈ ગયા હતા.

ત્યાં શરીરમાં દુર્ગંધ ન આવે તે માટે શક્તિસિંહ મૃતદેહ પર કપૂર નાખીને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને મળીને મૃતદેહને એક કોથળામાં ભરીને કોઈ અજાણી જગ્યાએ નાખવા સ્કુટી પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન મંજુએ સ્કુટી પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેઓ નીચે પડી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી પંકજ શર્મા અને મંજુ રાઠોડની ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્નીના પ્રેમ પ્રકરણની પતિને ખબર પડતાં, પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*