બહેન સાથે વાતચીત બંધ થઈ જતા ભાઈ બહેનના ફ્લેટ પર પહોંચ્યો, પછી ભાઈ કંઈક એવું જોયું કે, જે જોઈને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ..!

Published on: 11:34 am, Tue, 13 September 22

હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. એક ફલેટમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું છે. તેનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળ્યું હતું. મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનો નો આરોપ છે કે, તેના પતિને અન્ય મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હતા. તેથી અમારી દીકરીએ તેના પતિનો આ વાતને લઈને ઘણીવાર વિરોધ પણ કર્યો હતો.

જેના કારણે તેના પતિએ તેનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેને પંખા સાથે લટકાવી દીધી. પરિવારના લોકોનો આરોપ છે કે, દીકરીના પતિએ જીવ લેવાની બાબતને જીવ ટૂંકાવાના મામલામાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ગુડગાવમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિતાએ જણાવ્યું કે, 10 તારીખ પછી દીકરી સાથે વાત થઈ ન હતી.

ત્યારબાદ દિલ્હીમાં રહેતા ભાઈને અમે ગુડગાંવ બહેન પાસે મોકલ્યો હતો. જ્યારે ભાઈ બહેનના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે પંખા સાથે લટકતી હાલતમાં બહેનનું મૃતદેહ જોયું હતું. એટલું જ નહીં પરંતુ ફ્લેટમાંથી ગેસની પણ ખૂબ જ વાસ આવતી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલી મહિલાનું નામ નિશા હતું.

મળતી માહિતી અનુસાર નિશાના લગ્ન 16 ફેબ્રુઆરી 2020ના રોજ હરીશ રંજન નામના યુવક સાથે થયા હતા. નિશાના પરિવારના લોકોએ 10 તારીખના રોજ તેની સાથે છેલ્લી વાર વાત કરી હતી. ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. નિશાના ભાઈએ પોતાની બહેનનું મૃતદેહ ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં જોયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને મૃતક નિશાની બહેન અંજલીએ જણાવ્યું કે, બહેનના પતિ હરીશ રંજનને એક અન્ય મહિલા મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હતા.

આ વાતને લઈને નિશા તેના પતિનો સતત વિરોધ કરતી હતી. આ કારણોસર હરીશે નિશાનો જીવ લઈ લીધો અને તેને પંખા સાથે લટકાવી દીધી. આ આરોપ નિશાની બહેને લગાવ્યો છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બહેન સાથે વાતચીત બંધ થઈ જતા ભાઈ બહેનના ફ્લેટ પર પહોંચ્યો, પછી ભાઈ કંઈક એવું જોયું કે, જે જોઈને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ..!"

Leave a comment

Your email address will not be published.


*