ગુજરાતનો સોમવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન vtv ના પૂર્વે એડિટર ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાત બાદ સાંજે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપતા ગુજરાતમાં રાજકારણમાં હલચલ મચી ગઈ.
કોંગ્રેસના ધારાસભ્ય જણાવ્યું કે ગુજરાતમાં આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી પહોંચ્યા બાદ કોલ કરીને રાજુલા રેલ્વે જમીન વિશે પણ વાતચીત કરી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
રાજુલાના ધારાસભ્ય એ કહ્યું કે હું આગળની રણનીતી વિશે વિચારણા કરીશ, હાલમાં તો હું રેલ્વે સામે આંદોલનમાં વ્યસ્ત છું. ગુજરાતમાં પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 182 બેઠક પર ચૂંટણી લડશે. દરેક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહેશે.
આ ઉપરાંત ઈશુદાન ગઢવી કહ્યું કે લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવું કોઈ પણ બીજો વિકલ્પ જ નથી એટલે કોને મતદાન કરવું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment