શું આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો આજનો પેટ્રોલનો ભાવ.

Published on: 10:19 am, Tue, 15 June 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ કંપની દ્વારા આજે ફરી એક વખત પેટ્રોલ ડિઝલના ભાવ બહાર પાડ્યો. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કર્યો નથી.

દેશની રાજધાની દિલ્હીમાં આજે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.41 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 87.28 રૂપિયા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 14મે થી 15 જૂન વચ્ચે 24 વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો.

આજે મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 102.58 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.70 રૂપિયા નોંધાયો છે. કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.34 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 90.12 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.69 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 91.92 નોંધાયો છે.

પેટ્રોલ ડીઝલનો ભાવ ઘરે બેઠા બેઠા જાણવું હોય તો એસ.એમ.એસ કરીને જાણી શકો છો. સૌપ્રથમ તમારે ઇન્ડિયન ઓઈલ વેબસાઈટ ઉપર RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

BPCL ને પેટ્રોલ ડીઝલનો ભાવ જાણવો હોય તો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે. HPCL ના ગ્રાહકોને પેટ્રોલ ડીઝલનો ભાવ જાણવા માટે HP PRICE લખીને 9222201122 પર મેસેજ કરીને તમે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો આજનો પેટ્રોલનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*