એક યુવક પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે નદી પાર કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેની સાથે બન્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 3:20 pm, Fri, 15 July 22

મિત્રો હાલમાં સમગ્ર દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તમે તણાઈ જવાની ઘણી ઘટનાઓ સાંભળી હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ ઘટના સામે આવી રહી છે. પુણેના ગોદરે ગામમાં એક યુવકે પોતાનો જીવ જોખમમાં નાખીને, વરસાદમાં નાળા પાર કરી રહ્યો હતો. ત્યારે અચાનક પાણીનો ફોર્સ વધી જતા આ યુવક તણાઈ ગયો હતો.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દર વર્ષે વરસાદી માહોલમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને પૂરના પાણીમાં કેટલાય લોકો ડૂબી જતા હશે. તેમ છતાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આ રીતની હરકતો કરતા હોય છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ વરસાદમાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જાય છે.

વીડિયોમાં જોઈ શકો છો કે, આ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે ખાડીને પાર કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે આ વ્યક્તિ સામેના છેડે પહોંચે છે ત્યારે તે પોતાનું બેલેન્સ ગુમાવે છે અને જોરદાર પાણીમાં તણાઈ જાય છે. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ ભયાનક દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા.

આ ઘટના મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બની છે. એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં નાખીને વરસાદી પાણીમાં ખાડી પાર કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ પાણીનો ફોર્સ વધી જતા, તે વ્યક્તિનું સંતુલન બગડી ગયું હતું અને તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર સરકારે ગોદરે ગામમાં એક પુલ મંજૂર કર્યો છે. પરંતુ આ પુલનું કામ અધૂરું હોવાના કારણે ગામના લોકોને નાળામાંથી પસાર થવું પડતું હતું.

આ દરમિયાન આ ઘટના બની હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો ન્યુઝ એજન્સી News18Gujaratiએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક યુવક પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે નદી પાર કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેની સાથે બન્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*