પશ્ચિમ બંગાળમાં કારમી હાર પછી ભાજપ માટે મૂંઝવણભરી સ્થિતિ પેદા થઈ છે. ભાજપે લોકસભામાં જીતનાર 4 સાંસદોને બંગાળ વિધાનસભાની ટિકિટ આપી હતી. આ પૈકી બાબુલ સુપ્રિયો,લોકેટ ચેટરજી ભૂંડી રીતે હારી ગયા છે.
જ્યારે દિનહાટના સાંસદ નિશીથ પ્રમાણિક અને શાંતિપુરના સાંસદ જગન્નાથ સરકાર જીતી ગયા છે. બંનેના ધારાસભ્ય પદે ચાલુ રખાય તો લોકસભામાં ભાજપના બે સભ્યો ઘટે અને બંનેને સાંસદ તરીકે ચાલુ રખાય.
તો વિધાનસભામાં ભાજપના બે સભ્યો ઓછા થાય તેમ છે. મમતા જે રીતે જીત્યા છે તે જોતા લોકસભા કે વિધાનસભાની પેટાચૂંટણી કરાય તેમા TMC જીતે તેવી પ્રબળ શક્યતા છે.
ભાજપ ગમે તે વિકલ્પ પસંદ કરે પણ ફાયદો મમતા બેનરજીને થાય તેથી ભાજપ અવઢવ માં છે. ભાજપની બીજી પણ ચિંતા છે અને વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પેટા ચૂંટણીમાં પણ જીત દ્વારા મમતા ભાજપ સામે સર્વોપરિતા સાબિત કરે.
તેના કારણે ભવિષ્યમાં તૃણમૂલમાંથી ભાજપમાં આવવા કોઇ તૈયાર ન થાય. આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા યોજના વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટીની ભવ્ય જીત થઇ હતી.
અને ભારતીય જનતા પાર્ટી માટે પણ સારા સમાચાર ગણી શકાય કે તેઓએ ગઇ ચૂંટણી કરતા ખૂબ જ વધારે સીટો મેળવીને પશ્ચિમ બંગાળ નો મુખ્ય વિપક્ષ તરીકે રજૂ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment