મહામારી ના સમયમાં અનેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે એટલે કે દેશવાસીઓની આવક ઘટી છે જ્યારે મારી ના કારણે તેમના સ્વાસ્થ્ય પર સંબંધિત ખર્ચનો બોજ પણ વધ્યો છે. આવા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ સામાન્ય લોકોના ખિસ્સા પર ના બોજમાં વધારો કર્યો છે.
આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત છઠ્ઠી વખત વધ્યા છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવના કારણે મહારાષ્ટ્રના નાદેડ, મધ્યપ્રદેશના રેવા અને રાજસ્થાનના જેસલમેર સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 ને પાર થઈ ગયો છે.
પેટ્રોલ અને ડીઝલમાં મંગળવારે થયેલા ભાવ વધારાના કારણે ઇંધણના ભાવ દેશમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 91.80 છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 98.12 છે.
આ મહિનામાં ચોથી મે પછી આ છઠ્ઠો ભાવ વધારો છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા ન હતા.
પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થયાના બે દિવસમાં ઈંધણનો ભાવ વધારો શરૂ થયો છે. એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ.
અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ અગાઉથી જ સો રૂપિયાને પાર થઈ ગયો હતો. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગર માં પ્રતિ લિટર 102.70 ના ભાવે મળી રહ્યું છે જ્યારે ડીઝલમાં ભાવ પ્રતિ લિટર 95.06 છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment