મહામારી ને જોતા રાજ્યની રૂપાણી સરકારે આ યોજના હેઠળ આપશે 5000 સુધીનો લાભ.

120

ગાંધીનગર કોર કમિટીની બેઠક માં મોટો નિર્ણય લેવાયો છે. માં અમૃતમ વાત્સલ્ય કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં પણ લાભ મળી શકશે. દરરોજ માં 5000 ની મર્યાદામાં દાખલ થયાના 10 દિવસ સુધી લાભાર્થીઓને લાભ મળશે. આ નિર્ણય 10 જુલાઈ સુધી લાગુ રહેશે.

ગાંધીનગર ખાતે આજે કેબિનેટ ની બેઠક યોજાઇ હતી. જેમાં વાયરસ ની સ્થિતિને લઈને અનેક મહત્વના નિર્ણયો કરાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે.

ગુજરાત ના તમામ ધારાસભ્યોએ તેમની મળતી સંપૂર્ણ ગ્રાન્ટ નો ઉપયોગ કોરોના મી સામગ્રીઓ માટે કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાને ધારાસભ્ય તરીકે મળતી સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના ની સારવાર પાછળ આપી દીધી છે.

અન્ય ધારાસભ્ય પણ સરકારની આ પ્રકાર ની માર્ગદર્શિકા પ્રમાણે કામ કરી શકે છે. કેબિનેટ ની બેઠક માં મહત્વનો મૂર્દો ડોકટર હડતાળ નો ઉઠયો હતો.

રાજ્યભરમાં તબીબી અઘ્યાપકો દ્વારા વિરોધ કરાયો હતો. મેડિકલ ટીચર એસો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પડતર માંગણીઓ લઈ અનેક રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

જેના કારણ એ મુખ્યમંત્રીએ અગ્રસચિવ અધ્યક્ષતા માં કમિટી બનાવી હતી. તબીબી અઘ્યાપકો ના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. પ્રદિપસિંહ કહ્યું કે મુખ્યમંત્રીને પ્રશ્નો વિષે માહિતગાર કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!