આ વળી કેવી મસાજ..? મસાજ કરવા જીવતા વ્યક્તિના શરીર પર આગ લગાડી અને પછી તો જોવા જેવી થાય… જોઈ લો વાયરલ વિડિયો…

Published on: 6:34 pm, Thu, 18 May 23

Fire body massage: આજકાલ સોશિયલ મીડિયા પર એવા વીડીયો વાયરલ થતા હોય છે જે જોઈને અમુક વાર હસવું પણ આવે છે અને અમુક વાર ડર પણ લાગે છે. વાળ કાપવાની તે રીત તમે જોયા જ હશે, જેમાં વાળંદ લોકોના વાળ સળગાવે છે અને વાળ કાપે છે. ત્યારે તેને લગતો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ તમે ભાગ્યે જ કોઈને બોડી મસાજ માટે કોઈના શરીરને આગ લગાવતા જોયા હશે.

બોડી મસાજ ની ઘણી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ લોકો કરે છે. તેને કુદરતી દર્દ નિવારક કહેવામાં આવે છે, આ માત્ર રક્ત પરિભ્રમણ જ નહીં પરંતુ શરીરમાં તણાવ અને હોર્મોન્સનું સ્તર પણ ઘટાડે છે. આ સિવાય તે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે, આજ કારણ છે કે આખી દુનિયામાં મસાજ પાર્લર ખુલ્યા છે, જ્યાં લોકોને અલગ અલગ રીતે બોડી મસાજ આપવામાં આવે છે.

ત્યારે તેમાં કેટલાક એવા વિચિત્ર મસાજ ની રીતો પણ સામેલ છે, શું તમે ક્યારેય જોયું છે કે મસાજના નામે જીવતા વ્યક્તિના શરીરને આગ લગાડવામાં આવી હોય ? આજકાલ એવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને વિચારતા કરી દીધા છે. વાળ કાપવાની તે રીત તમે જોઈ જ હશે. જેમાં વાળંદ લોકોના વાળ સળગાવે છે અને પછી વાળ કાપે છે, ત્યારે તેને લગતો એક એવો જ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પરંતુ તમે ભાગ્યે જ કોઈને બોડી મસાજ માટે કોઈના શરીરને આગ લગાવતા જોયા હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઊંધું સૂઈ રહ્યો છે અને તેના શરીર પર સફેદ રંગની ચાદર લગાવવામાં આવી છે. પછી માલિશ કરનાર તેના પગ પાસે આગ લગાડે છે અને તે આગ તેના આખા શરીરમાં ફેલાઈ જાય છે.

આ પછી માલિશ કરનાર તેના સળગતા શરીર પર કંઈક છાંટે છે અને ડફલી જેવું સાધન લઈ તે કોઈ સાઉન્ડ ઉત્પન્ન કરે છે. પછી બીજી બાજુથી બીજી વ્યક્તિ ત્યાં આવે છે અને સળગતી ચાદર પર બીજી ચાદર મૂકે છે જેનાથી આગ ઓલવાઈ જાય છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો એ લોકોને ચોંકાવી દીધા છે, આ વીડિયોને ટ્વીટર પર @HasnaZarooriHai નામના આઈડી થી શેર કરવામાં આવ્યો છે.

કેપ્શન માં લખ્યું છે કે, શું તમે આ નવા પ્રકારનો મસાજ અજમાવવા માંગો છો ? માત્ર 27 સેકન્ડ ના આ વીડિયોને અત્યાર સુધીમાં 26,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે, તે જ સમયે વીડિયો જોયા પછી લોકોએ વિવિધ ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આ મૃત્યુ પછીની પ્રક્રિયા છે, જ્યારે બીજા યુઝરે આશ્ચર્યમાં પૂછ્યું છે કે શું તે વ્યક્તિ જીવિત છે ?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વળી કેવી મસાજ..? મસાજ કરવા જીવતા વ્યક્તિના શરીર પર આગ લગાડી અને પછી તો જોવા જેવી થાય… જોઈ લો વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*