નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ રાજ્યની પરિસ્થિતિ જોતા ગુજરાત સરકારે હમણાં શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય લીધો.રાજ્યમાં ક્યારે સ્કૂલ ઓફ ખુલશે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ છે પણ ક્યારેક ને ક્યારેક શાળાઓ ખોલવી પડશે. તેમને વધારે માં કહ્યું કે,એ તબક્કો નજીક છે કે શાળાઓ શરૂ કરવી અંગેનો નિર્ણય લેવો પડશે.
શિક્ષણ મંત્રીએ વધારેમાં કહ્યું કે સરકાર એક તરફી નિર્ણય નહીં લે અને આરોગ્ય વિભાગનો અભિપ્રાય અમે મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય ના આધારે કેબિનેટમાં આ મુદ્દાની ચર્ચા કરીશું અને આ ઉપરાંત શાળાઓ શરૂ કરવા સરકાર એક તરફી નિર્ણય નહીં કરે અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
વાલીઓમાં સ્કૂલ ખોલવા અંગે ભારે ઉત્સુકતા છે અને આમાં વિજય રૂપાણી સરકારે ધોરણ ૧ થી ધોરણ ૫ સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહીં કરવા અંગેનો નિર્ણય હોવાના સંકેતો શિક્ષણ મંત્રીએ રવિવારે આપ્યા હતા. શાળામાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે.
મળતી માહિતી મુજબ દિવાળી વેકેશન બાદ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ ૬ થી ૮ નાબાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે.
ગુજરાત સર્વનીર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાદે જણાવ્યું કે, પહેલા ચરણમાં ૯ થી ૧૨ ની શાળાઓ શરૂ કરવામાં આવશે. આ વર્ષે કોરોના કારણે વિદ્યાર્થી નું ભણતર બગાડ્યું છે.
બાદમાં સ્થિતિ સુધરે તો નાના વર્ગો માટે શાળાઓ ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment