સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના શું છે ભાવ?

312

સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 5675 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. રાજ્યમાં અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં આગામી અમુક કલાક ભારે છે કારણકે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. આ ખેડૂત માટે ખૂબ જ સારા સમાચાર છે.

ત્યારે પાકમાં નુકસાની ને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.રાજકોટ માર્કેટ યાર્ડના કપાસના ભાવ 4080 થી 5675 રહા હતા આ ઉપરાંત મગફળીના ભાવ રાજકોટ માર્કેટયાર્ડ 4555 થી 5475 રહ્યા હતા. ચોખાના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ 1770 થી 1830 રહા હતા.

ઘઉંના પાક ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં ભાવ 1650 થી 2010 રહા હતા. બાજરાના 1065 થી 1760 અને જુવારના 2400 થી 3230 રહા હતા.

કપાસ અને બીજા અન્ય પાક ના આ ભાવ વધારાના કારણે ખેડૂતો માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!