હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક ધોધમાં નીચે નાહવા માટે ગયો હતો. આ દરમિયાન યુવકને પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે યુવકનું કારણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા લોકોએ યુવકને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ તે લોકો નિષ્ફળ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા ગામના લોકો અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. મોડી સાંજ થઈ ગઈ છતાં પણ યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. મળતી માહિતી અનુસાર બુંદીના નમનામાં રહેતા યુવકને તેના પાંચ થી છ મિત્રો પરાણે મનાવીને પિકનિક માટે લઈ ગયા હતા.
આ દરમિયાન 20 વર્ષીય યુવક ધોધમાં નાહવા માટે નીચે ઉતર્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો અને તે ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો. આ ઘટના બન્યા બાદ યુવકના મિત્રોએ અને અન્ય લોકોએ તેને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ તે બચી શક્યો નહીં અને ઊંડા પાણીમાં ડૂબી ગયો.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગામના લોકોની મદદ થી પાણીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મોડી સાંજ થઈ ગઈ છતાં પણ યુવકનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો.
મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના લોકોને જાણ કર્યા વગર યુવક પિકનિક માટે ગયો હતો. તમામ મિત્રો 30 ફૂટની ઊંચાઈએથી પડતા ધોધની નીચે નહાવા માટે ગયા હતા. આ દરમિયાન યુવક કપડા પાસે પડેલો મોબાઈલ લેવા માટે ગયો હતો જેના કારણે તે ફોટા પાડી શકે. પરંતુ એક મોટા પથ્થર પર પગ લપસતા અચાનક જ તે ઊંડા પાણીમાં પડી ગયો હતો.
તેને તરતા આવડતું ન હતું, તેથી તે પાણીની બહાર આવી શક્યો નહીં. આ દ્રશ્ય જોઈને યુવકના મિત્રોએ તેને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેને બચાવી શક્યા નહીં. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હજુ પણ યુવકનું મૃતદેહ મળ્યું નથી હાલમાં તેની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment