છેલ્લા ઘણા સમયથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના વિદ્યાર્થીઓ આ પગલું વધારે ભરી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના ઈંદોરમાં ધોરણ 11 માં ભરતી ની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીને કોચિંગના બે વિદ્યાર્થીએ સિગરેટ પીતા જોઈ લીધી હતી. બંને વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના આ ફોટા પાડી લીધા અને તેને દબાણ કરવા લાગ્યા. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું તેના એક દિવસ પહેલા આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પિતાને કરી હતી.
પરંતુ ફોટા વાયરલ થઇ જશે તેવા ડરના કારણે વિદ્યાર્થીની ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થીનું નામ હિરન્યા હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. હિરન્યાએ રવિવારના રોજ મોડી સાંજે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. હિરન્યા ધોરણ 11માં માલવા કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
આ ઘટના બની ત્યારે હિરન્યાના મમ્મી પપ્પા ઘરે હાજર ન હતા તેઓ બહાર ગયા હતા. ઘરે એક 10 વર્ષની નાની બહેન અને 4 વર્ષનો ભાઇ હતો જે બિલ્ડીંગમાં નીચે રમવા ગયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હતું. જ્યારે સાંજે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે તેમને દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.
દીકરીના પિતા બાળકોના ડોક્ટર છે. અને દીકરીની માતા સરકારી હોસ્પિટલમાં નર્સ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. મળતી માહિતી અનુસાર દીકરીએ શનિવારના રોજ પોતાના પિતાને જણાવ્યું હતું કે, કોચિંગમાંથી નીકળ્યા બાદ તે પોતાના મિત્રો સાથે સિગરેટ પીતી હતી. આ દરમિયાન કોચિંગમાં સાથે ભણતા એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ તેના ફોટા પાડી લીધા હતા.
તેઓ આ ફોટાને લઈને વિદ્યાર્થિનીને ડરાવવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓએ મમ્મી પપ્પાને ફોટા દેખાડી દેવું દબાણ કર્યું હતું. દીકરીની આ વાત સાંભળીને પિતા દીકરીને થોડું ખિજાયા અને ભવિષ્યમાં આવું ન કરવાનું કહ્યું હતું. પરંતુ દીકરીને ફોટા વાયરલ થઈ જાય તેવો ડર હતો. તેના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ પગલું ભરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment