બસની ટક્કરના કારણે પતિની નજર સામે પત્ની અને 8 મહિનાના દીકરાનું મૃત્યુ, માતા અને દીકરો એકસાથે દુનિયા છોડીને ચાલ્યા ગયા…

Published on: 11:49 am, Tue, 17 May 22

હાલમાં બનેલી એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં માતા અને દીકરાનો કરુણ મૃત્યુ થયું છે. આ અકસ્માતની ઘટના આટલી દર્દનાક હતી કે જેને જોઇને તમે પણ રડી પડશો. મળતી માહિતી અનુસાર બસની નીચે આવી જતાં માતા અને 8 મહિનાના દીકરાનું મૃત્યુ થયું છે.

આ અકસ્માતની ઘટના સાગરના ખીમલાસા રોડ પર બની હતી. મળતી માહિતી અનુસાર દિવાળી ગામના રહેવાસી 24 વર્ષીય માનક અહિરવાર, તેવી 21 વર્ષીય પત્ની પૂજા અને 8 મહિનાના બાળક ધીરેન્દ્ર બાઈક પર સવાર થઈને બહારગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂજા પોતાના દીકરાને છાતી પર રાખીને બાઈકની પાછળ બેઠી હતી.

મળતી માહિતી અનુસાર તેઓ બાઇક પર ઘરે થી લગભગ 15 મીનીટનું અંતર કાપ્યું ત્યારે પાછળથી આવતી એક બેકાબૂ બનશે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતા અને દીકરો રોડ પર ફંગોળાઇને પડી ગયા હતા. આ દરમિયાન માતા અને દીકરા પરથી પસાર થઇ ગઇ હતી.

આ અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્ની અને દીકરાનું કરૂણ મૃત્યુ. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ ભેગા મળીને ઈજાગ્રસ્ત થયેલા પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ડ્રાઈવર બસ લઇને ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા માતા અને દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી. વાહનને ઓવરટેક કરતી વખતે બસ ચાલકે બસની સ્પીડ વધારી હતી.

આ દરમિયાન બસ ચાલકે આગળ જઈ રહેલી બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં માતા અને દીકરા એક સાથે દુનિયાને અલવિદા કરી દીધી છે. એકસાથે માતા અને દીકરાનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બસની ટક્કરના કારણે પતિની નજર સામે પત્ની અને 8 મહિનાના દીકરાનું મૃત્યુ, માતા અને દીકરો એકસાથે દુનિયા છોડીને ચાલ્યા ગયા…"

Leave a comment

Your email address will not be published.


*