રાજ્યની રૂપાણી સરકારે ઉત્તરાયણના તહેવારની ઉજવણી ને લઈને મંજૂરી આપવા જાણો હાઇકોર્ટમાં શું કહ્યું?

આગામી 14 મી જાન્યુઆરીએ આવી રહેલી ઉત્તરાયણ ને લઈને ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઉતરાયણમાં ધાબા પર લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ રાખવાનું એડવોકેટે જનરલ કોર્ટમાં નિવેદન આપ્યું છે.એડવોકેટ જનરલ કોર્ટમાં જણાવ્યું કે.

ધાબા પર માત્ર ઘરના સભ્યો જઈ શકશે અને એક બ્લોકના મર્યાદિત સભ્યો ધાબા ઉપર જાય તે માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને પગલાં લેવા માટે તાકીદ કરાશે. ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કોમોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે.

રાયપુર ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.11, 12,13,14 જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુ ફૂલ કડકાઈથી અમલવારી કરાશે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના પાલનના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લાગુ કરાશે અને કોઈપણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓ ને પ્રવેશ પર રોક લગાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી, પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય.

તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.એડવોકેટ મહત્વનું નિવેદન આપ્યું હતું કે, એક વર્ષ દરમિયાન 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે અને એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. તેમની રોજગારી છીનવાઈ તે યોગ્ય નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*