હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર ને ગુજરાત માંથી અલગ કરવાની શું કરી માંગણી?જાણો શું આપવા કહ્યું?

331

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર માટે અલગ હાઈકોર્ટની બેચ અને ડીજીપી ઓફિસ ની માંગણી કરી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાનું સત્ર રાજકોટ પણ મળે તેવી માંગણી કરી છે. હાર્દિક પટેલ ન્યૂઝ એજન્સીના એક ખાસ કાર્યક્રમમાં કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકોને પોતાના હાઈ કોર્ટ ને લગતા કામ કરવા માટે અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે,તેમાં તેમનો બહુ સમય જાય છે અને ઘણીવાર ધક્કો પણ થાઈ છે.

રાજકોટમાં હાઇકોર્ટ ની બેચ હોય તો સૌરાષ્ટ્રના લોકોને ઘણી ખરી રાહત મળશે. હાર્દિક પટેલે સ્પષ્ટ કહ્યું કે, પોતે અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માંગણી નથી કરી રહ્યો, પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુર વિધાનસભામાં સત્ર મળે છે, એ રીતે ગુજરાતમાં પણ ગાંધીનગર અને રાજકોટમાં વિધાનસભાના સત્ર મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!