ગુજરાતમાં ગુટખા,તમાકુ, પાન મસાલા ના વેચાણ પર સરકારે લીધો મોટો નિર્ણય, આટલા સમય માટે વધારાયો પ્રતિબંધ

Published on: 2:13 pm, Fri, 4 September 20

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીન યુકત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલમાં પ્રતિબંધ છે. નાગરિકોનું સ્વાસ્થ્ય વધારે સારું બને તે માટે વધુ એક વર્ષ સુધી પ્રતિબંધ લંબાવવાનું રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-2006 નિયમો તથા રેગયુલેકશન-2011 હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે. જે હેઠળ કોઇ પણ ખાદ્ય ચીજ વસ્તુઓમાં નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટખામાં તમાકુ કે નિકોટીન ની હાજરી હોવાથી માનવીના આરોગ્યને ખુબજ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકોના ભાવિ સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીન હાજરી હોય તેના વેચાણ, સગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!