કલાકો સુધી જીમ કરવા કરતાં આ બે એક્સરસાઇઝથી ઓછું થઈ જશે વજન

Published on: 6:30 pm, Mon, 28 March 22

આજના સમયમાં હર કોઈ વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા માંગે છે. લોકો પોતાના વજન ઘટાડવા માટે અવનવા નુસખા અમલમાં લેતા હોય છે. ત્યારે શું તમે પણ તમારું વજન ઘટાડવા માંગો છો? જો હા, તો આજે અમે તમને નવી ટિપ્સ આપીશું.જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા માંગતા હોય અને તમારી પાસે જીમમા જવાનો ટાઈમ નથી તો

અત્યારે જ આ બે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દો. આ બંને કસરત વડે તમે ઝડપથી વજન ઓછુ કરી શકો છો. એક છે push-up અને બીજું સ્કાવટ.નિયમિત પણે push-up કરવાથી શરીરના ઉપરના ભાગને તાકાત મળે છે. આ ઉપરાંત તેના વડે આપણા મસલ્સ ટોન થાય છે.

અને શરીર મજબૂત બને છે આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે push-up કરવાથી ઊંઘમાં પણ સુધારો આવે છેરોજ સવારે કે સાંજે નિયમિત પણે કસરત કરવાના અનેક ફાયદા રહેલા છે સ્કાવટ કરવાથી lower body મજબૂત બને છે. આ ઉપરાંત તેનાથી મગજનો તણાવ ઓછો થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

આ એક્સરસાઇઝ તમે સવારે અને સાંજે એમ બંને સમયે કરી શકો છો. પરંતુ સવારે કરવી એ ખૂબ જ લાભદાયક છે. તેનાથી શરીર પર વધુ અસર થાય છે. આ ઉપરાંત નિયમિતપણે વહેલી સવારે આ કસરત કરવાથી આળસ દૂર થાય છે. અને આખો દિવસ ઊર્જાથી કામ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કલાકો સુધી જીમ કરવા કરતાં આ બે એક્સરસાઇઝથી ઓછું થઈ જશે વજન"

Leave a comment

Your email address will not be published.


*