અમે દિલ્હી અને પંજાબમાં ઝાડૂ વડે કાદવ સાફ કર્યો, જેથી કમળ ઉગે જ નહીં: ભગવંત માન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ફક્ત એક અઠવાડિયું જ બાકી છે. ગુજરાતમાં ચૂંટણીની જંગ છેડાઈ ચુકી છે. આમ આદમી પાર્ટીના સૈનિકો પણ વિપક્ષનો મજબૂતાઈથી સામનો કરવા માટે યુદ્ધની રણભૂમિમાં ઉતરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કાર્યકર્તાઓ જનતાને જાગૃત કરવા માટે અને સાથે 27 વર્ષ જુના શાસનને ઉખાડી ફેંકવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજરોજ ભગવંત માને તાપીના નિઝર અને વ્યારા, સુરતમાં માંડવી અને ભરૂચના ઝઘડિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા રોડ શોમા ભાગ લીધો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આજે હજારો સંખ્યાની લોકોમાં અહીં આવ્યા છે, તે દર્શાવે છે કે અહીં પરિણામોની કોઈ જરૂર નથી. અહીં અમારી સરકાર બનવાની જ છે. ગુજરાતની જનતા 27 વર્ષથી ચાલી રહેલા શાસનથી કંટાળી ગઈ છે. વધુમાં ભગવંત માને જણાવ્યું કે, અમે સર્વેમાં નથી આવતા, અમે સીધા સરકારમાં આવીએ છીએ. પંજાબમાં સરકાર બનશે તેવું કોઈ સર્વેમાં દર્શાવવામાં આવ્યું ન હતું. દિલ્હીમાં 67 સીટ આવશે એવું કોઈ સરકારે બતાવ્યું ન હતું.

અહંકારી નેતાઓને હું કહેવા માગું છું કે જ્યારે જનતાને છે ત્યારે નેતા અર્શ પર અને જ્યારે જનતા ઈચ્છે ત્યારે નેતા ફર્શ પર હોય છે. તેમને વધુમાં જણાવ્યું કે ભાજપ સાથે તમને 27 વર્ષ થઈ ગયા છે, પરંતુ પહેલા તમારી પાસે વિકલ્પ ન હતો પરંતુ હવે તો તમારી પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક વિકલ્પ ઊભો થયો છે. વધુમાં વાત કરતા જણાવજો કે દર વર્ષે ઝાડ પણ પાન બદલે છે, હવે તમે પણ બદલો. ભગવંત માને વધુમાં જણાવ્યું કે, મને એક પત્રકારે પૂછ્યું હતું કે તમે દિલ્હી અને પંજાબમાં ભાજપને કેવી રીતે હરાવ્યું? અમે દિલ્હી અને પંજાબમાં જાડુ વડે કાદવ સાફ કર્યો જેથી કમળ ઉગ્યો જ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*