અરે ભાઈ સાવ આમ ન હોય..! બેંકમાં રૂપિયા ભરવા ગયેલા યુવકે રૂપિયા ભરવાની સ્લીપમાં કંઈક એવું લખ્યું કે, બેંક વાળા પણ ગોથા ખાઈ ગયા…

Published on: 6:57 pm, Wed, 23 November 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો અને ફોટા વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક રમુજી ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

આ ફોટા અંગે વિગતવાર વાત કરીએ તો, સોશિયલ મીડિયા પર ઇન્ડિયન બેંકની ડિપોઝિટ સ્લીપનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. સ્લીપમાં એક ખાતાધારો કે કંઈક એવું લખ્યું કે વાંચીને તમે પણ ખડખડાટ હસી પડશે.

મિત્રો તમને બધાને ખબર હશે કે બેંકની સ્લીપની અંદર રકમ લખવાના ખાના ની બાજુમાં હિન્દીમાં રાશિ અને ઇંગલિશમાં અમાઉન્ટ એવું લખેલું હોય છે.આ બોક્સમાં એક વ્યક્તિએ કંઈક એવું લખી નાખ્યું કે બેંકના કર્મચારીઓ પણ ગોથા ખાઈ ગયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે, રકમ લખવાના બોક્સની અંદર એક વ્યક્તિએ પોતાની તુલા રાશિ લખી હતી.

મિત્રો બેંકમાં જે સ્લીપમાં રાશિ લખેલી હોય ત્યાં આપણે કેટલા રૂપિયા બેંકમાં નાખવા છે તે લખવાનું હોય છે. પરંતુ આ વ્યક્તિ રાશિ શબ્દ સાંભળીને કંઈક અલગ જ વિચારે છે અને ધાર્મિક દ્રષ્ટિમાં આવતી અલગ અલગ રાશિમાંથી પોતાની એક રાશિઆ ખાનામાં લખીને જતો રહે છે.

જ્યારે બેંકના કર્મચારીઓ સ્લીપ વાંચે છે ત્યારે તેઓ પણ ગોથા ખાઈ જાય છે. ત્યારબાદ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ થયેલો ફોટો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે ભાઈ સાવ આમ ન હોય..! બેંકમાં રૂપિયા ભરવા ગયેલા યુવકે રૂપિયા ભરવાની સ્લીપમાં કંઈક એવું લખ્યું કે, બેંક વાળા પણ ગોથા ખાઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*